Not Set/ જેડીયુએ કહ્યું બિહારમાં નીતીશ જ હશે એનડીએનો ચહેરો, તેજસ્વીએ કર્યો કટાક્ષ

જનતા દળ(યુનાઈટેડ)એ એલાન કરી દીધું છે કે બિહારમાં નીતીશ કુમાર જ એનડીએનો ચહેરો હશે. રવિવાર સાંજે પટનામાં જેડીયુ કોર કમિટીની બેઠક થઇ હતી, જેમાં નક્કી કરવામાં આવ્યું કે બિહારમાં જેડીયુ “મોટા ભાઈ“ની ભુમિકા ભજવશે. આ માટે જેડીયુ બિહારની 25 સીટો પર અને ભાજપ 15 સીટો પરથી ચૂંટણી લડશે. જેડીયુંની આ બેઠકમાં પાર્ટીના મહાસચિવ કેસી ત્યાગી, […]

India Trending Politics
nitish sushil જેડીયુએ કહ્યું બિહારમાં નીતીશ જ હશે એનડીએનો ચહેરો, તેજસ્વીએ કર્યો કટાક્ષ

જનતા દળ(યુનાઈટેડ)એ એલાન કરી દીધું છે કે બિહારમાં નીતીશ કુમાર જ એનડીએનો ચહેરો હશે. રવિવાર સાંજે પટનામાં જેડીયુ કોર કમિટીની બેઠક થઇ હતી, જેમાં નક્કી કરવામાં આવ્યું કે બિહારમાં જેડીયુ “મોટા ભાઈ“ની ભુમિકા ભજવશે. આ માટે જેડીયુ બિહારની 25 સીટો પર અને ભાજપ 15 સીટો પરથી ચૂંટણી લડશે. જેડીયુંની આ બેઠકમાં પાર્ટીના મહાસચિવ કેસી ત્યાગી, પવન વર્મા અને ચુંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર સહીત વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. બેઠક બાદ જેડીયુ નેતા અજય આલોકે એએનઆઈ સાથે વાત કરતા જણાવ્યું કે સીટોની ભાગીદારીને લઈને જેડીયુમાં કોઈ અસમંજસની સ્થિતિ નથી. અમે 25 સીટો પર ચુંટણી લડીશું અને બીજેપી 15 સીટો પર ચુંટણી લડશે. અજય આલોકે જણાવ્યું કે બિહારમાં એનડીએ નો ચહેરો નીતીશ કુમાર જ હશે.

666097 nitish kumar and tejashwi prasad yadav 1 જેડીયુએ કહ્યું બિહારમાં નીતીશ જ હશે એનડીએનો ચહેરો, તેજસ્વીએ કર્યો કટાક્ષ

તેજસ્વી યાદવે જેડીયુ પર આ ભાગીદારી પર કટાક્ષ કરતા ટ્વીટ કર્યું કે સુશીલ મોદી જણાવે કે શું નીતીશજી બિહારમાં નરેન્દ્ર મોદીથી પણ મોટા નેતા છે? નીતીશજીના પ્રવક્તા સુશીલ મોદી શું હજુ પણ જેડીયુના હાથે પોતાના સૌથી મોટા નેતાની બેઈજ્જતી કરાવતા રહેશે? નીતીશજીએ કહ્યું હતું કે એમણે સુશીલ મોદીના કહેવાથી મોદીની થાળી ખેંચી હતી. તેજસ્વી યાદવના આ ટ્વીટ ને ભાજપ અને જેડીયુ ગઠબંધન પર કટાક્ષ માનવામાં આવી રહાઈ છે.

મહત્વનું છે કે આવનારી 7 જુને બિહારમાં એનડીએની બેઠક થવા જઈ રહી છે. એટલા માટે એ બેઠક પહેલા જેડીયુની આ કોર કમિટીની બેઠક ખુબ મહત્વની માનવામાં આવે છે. હકીકતમાં ખબરો છે કે 7 જુને થવા જઈ રહેલી એનડીએની બેઠકમાં આગામી લોકસભા ચુંટણી માટેની રણનીતિ નક્કી થઇ શકે છે. જણાવી દઈએ કે એનડીએમાં ભાજપ અને જેડીયુ ની સાથે રામવિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી તથા ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક્સમતા પાર્ટી પણ શામેલ છે. ગઈ લોસભા ચુંટણીમાં બિહારની 40 લોકસભા સીટો માંથી ભાજપને 22 સીટો પર જીત મળી હતી. હવે જયારે જેડીયુએ 25 સીટોનો દાવો કર્યો છે, ત્યારે જોવાનું એ છે કે ભાજપની પ્રતિક્રિયા શું હશે.