નવી દિલ્હી,
કેન્દ્રની વર્તમાન મોદી સરકારના સંસદના અંતિમ બજેટ સત્રની તારીખો જાહેર કરવામાં આવી ચુકી છે. સંસદનું આ સત્ર ૩૧ જાન્યુઆરીથી લઈ ૧૩ ફેબ્રુઆરી સુધી ચાલશે.
સરકારના સૂત્રો દ્વારા પ્રાપ્ત થઇ રહેલી માહિતી અનુસાર, કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી ૧ ફેબ્રુઆરીના રોજ સરકારનું અંતિમ બજેટ રજૂ કરશે.
કેબિનેટ કમિટી ઓફ પોલિટિકલ અફેયર્સ (CCPA)ની બેઠકમાં બજેટ સેશનની આ તારીખો નક્કી કરાઈ છે. આ લોકસભાનું અંતિમ સંસદ સત્ર હશે કારણ કે, એપ્રિલ કે મે મહિનામાં સામાન્ય ચૂંટણી યોજાઈ શકે છે.
માનવામાં આવી રહ્યું છે કે, લોકસભાની ચૂંટણી પહેલાના આ સત્રમાં સરકાર કેટલાક મોટા એલાન કરી શકે છે.
નોધનીય છે કે, હાલમાં ચાલી રહેલા શિયાળુ સત્રમાં મોદી સરકાર સામાન્ય વર્ગના ગરીબ લોકો માટે ૧૦ ટકા આરક્ષણ સાથે જોડાયેલા ૧૨૪મું સંશોધન બીલ લોકસભા અને રાજ્યસભામાં પસાર કરાયું છે.