Not Set/ ગલી બોયનું ટ્રેલર રીલીઝ, પાડોશના છોકરા-છોકરી જેવા લાગતા રણવીર આલિયાની આક્રમકતા પર દર્શકો ફિદા

મુંબઇ,   સિમ્બા જેવી બ્લોકબસ્ટર હિટ આપ્યા બાદ રણવીર સિંહનું ગલી બૉય ઝડપથી થિયેટરમાં આવી રહયું છે.આલિયા ભટ્ટ સાથેની રણવીરસિંહની ગલી બોયનું આજે ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું હતું.ટ્રેલર જોતા એવું લાગે છે કે  આ બંને ટેલેન્ટેડ કલાકારોએ ફિલ્મમાં જીવ નીચોવી દીધો છે ફિલ્મનું ટ્રેલર આજે રીલીઝ થયું હતું અને ટ્રેલરની ટેગ છે કે અપના ટાઇમ ભી […]

Trending Entertainment
fvf ગલી બોયનું ટ્રેલર રીલીઝ, પાડોશના છોકરા-છોકરી જેવા લાગતા રણવીર આલિયાની આક્રમકતા પર દર્શકો ફિદા

મુંબઇ,  

સિમ્બા જેવી બ્લોકબસ્ટર હિટ આપ્યા બાદ રણવીર સિંહનું ગલી બૉય ઝડપથી થિયેટરમાં આવી રહયું છે.આલિયા ભટ્ટ સાથેની રણવીરસિંહની ગલી બોયનું આજે ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું હતું.ટ્રેલર જોતા એવું લાગે છે કે  આ બંને ટેલેન્ટેડ કલાકારોએ ફિલ્મમાં જીવ નીચોવી દીધો છે

ફિલ્મનું ટ્રેલર આજે રીલીઝ થયું હતું અને ટ્રેલરની ટેગ છે કે અપના ટાઇમ ભી આયેંગા… ટ્રેલરમાં રણવીર અને આલિયા બંને એકદમ શેરીમાં રહેતા છોકરા છોકરી જેવા લાગે છે.આશાસ્પદ યુવકના ટેલેન્ટને યોગ્ય પ્લેટફોર્મ ના મળે તો તેને કેવી હતાશા આવે તે ટ્રેલરમાં જોરદાર રીતે રજુ થયું છે.

રણવીરે એક સામાન્ય રેપરના કિરદારને જે રીતે પરદા પર જીવંત કર્યું છે તે ખરેખર દાદ માંગી લે તેવુ છે. આ ફિલ્મ યુટ્યુબ સેન્સેશન ડિવાઈનના જીવન આધારિત છે. તેમાં ગલીનો છોકરો સેન્સેશન બને ત્યાં સુધીની સફર દર્શાવાઈ છે.

.રણવીરનો સાવ અલગ લૂકઆ ફિલ્મ માટે રણવીર સિંહે જબરદસ્ત બોડી ટ્રાન્સફોર્મેશન કર્યું હતું. તેણે મસલ્સ ઘટાડીને બોડી સાવ પાતળુ કરી નાંખ્યું હતું. મૂવી વિષે રણવીર અને આલિયા ખૂબ જ એક્સાઈટેડ છે. ફિલ્મ વેલેન્ટાઈન્સ ડેના દિવસે એટલે કે 14 ફેબ્રુઆરીએ રીલીઝ થઈ રહી છે.

જુઓ ટ્રેલર…