Not Set/ પોર્નોગ્રાફી કેસ પર રાજ કુન્દ્રાએ કહ્યું- ‘હું શરમથી ચહેરો ઝૂકવાવાળો નથી’

રાજ કુન્દ્રાને આ વર્ષે જામીન મળ્યા હતા. હવે તેણે જેલમાંથી બહાર આવ્યા બાદ પહેલીવાર પોતાનું મૌન તોડ્યું છે. રાજ કુન્દ્રાએ કહ્યું…

Entertainment
પોર્નોગ્રાફી

રાજ કુન્દ્રાની પોલીસે આ વર્ષે પોર્નોગ્રાફી વીડિયોના સંબંધમાં ધરપકડ કરી હતી. રાજ કુન્દ્રાને આ વર્ષે જામીન મળ્યા હતા. હવે તેણે જેલમાંથી બહાર આવ્યા બાદ પહેલીવાર પોતાનું મૌન તોડ્યું છે. રાજ કુન્દ્રાએ કહ્યું છે કે તેમને જાણી જોઈને નિશાન બનાવવામાં આવ્યા છે. આ સિવાય તે કોઈપણ પ્રકારના અશ્લીલ વીડિયો બનાવવા સાથે સંકળાયેલો નહોતો.

આ પણ વાંચો :કંગના રનૌતના પ્રેમમાં પાગલ થયો આ અભિનેતા, કહ્યું- પત્નીને આપી શકે છે છૂટાછેડા!

પિંકવિલા સાથેની વાતચીતમાં રાજ કુન્દ્રાએ કહ્યું, ‘અત્યારે આ સમગ્ર મામલો કોર્ટમાં વિચારણા હેઠળ છે. તેથી જ હું અત્યારે કંઈ કહી શકું તેમ નથી. મને ન્યાયતંત્રમાં પૂરો વિશ્વાસ છે. તેથી, હું તમામ પ્રકારના પરીક્ષણો માટે સંપૂર્ણ રીતે તૈયાર છું. હું દ્રઢપણે માનું છું કે અંતે સત્યનો જ વિજય થશે. કમનસીબે, મીડિયા અને મારા પરિવાર દ્વારા મને પહેલેથી જ ‘દોષિત’ જાહેર કરવામાં આવ્યો છે. મારા માનવીય અને બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન થયું.

ચહેરો છુપાવતો નથી

રાજ કુન્દ્રા પોતાની વાતમાં આગળ કહે છે, ‘નેગેટિવિટી સાથે ટ્રોલિંગ ખૂબ જ પરેશાન કરે છે. હું મારો ચહેરો છુપાવતો નથી. હું માત્ર એટલું જ ઈચ્છું છું કે મીડિયા ટ્રાયલ દ્વારા મારી ગોપનીયતામાં ઘૂસણખોરી ન થવી જોઈએ. મારો પરિવાર હંમેશા મારા માટે પ્રાથમિકતા રહ્યો છે. આ સમયે અન્ય કંઈપણનું કોઈ મૂલ્ય નથી. હું માનું છું કે સન્માન સાથે જીવવું એ દરેક વ્યક્તિનો અધિકાર છે. હું પણ એ જ વસ્તુ માટે પ્રાર્થના કરું છું.’

આ પણ વાંચો :ઐશ્વર્યા રાય બચ્ચન દિલ્હીમાં EDની ઓફિસ પહોંચી, પનામા પેપર્સ કેસમાં પૂછપરછ

સુપ્રીમ કોર્ટે રાહત આપી છે

સુપ્રીમ કોર્ટે રાજ કુન્દ્રાને રાહત આપી છે. ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટે રાજ કુન્દ્રાની ધરપકડ પર ચાર સપ્તાહ માટે રોક લગાવી દીધી હતી. આગોતરા જામીન નામંજૂર થયા બાદ રાજ કુન્દ્રાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને પણ નોટિસ મોકલી છે. રાજ કુન્દ્રાએ પોતાની અરજીમાં કહ્યું છે કે જે વીડિયો વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેમાં કોઈ શારીરિક અથવા પુખ્ત વયના દ્રશ્યો બતાવવામાં આવ્યા છે તે બિલકુલ ખોટા છે. આવું કંઈ પણ શૂટ કરવામાં આવ્યું નથી.

આ પણ વાંચો :દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ’ ગહેરાઈયાં’ OTT પર આ દિવસે થશે રિલીઝ …..

આ પણ વાંચો : ગોલ્ડન કલરના લહેંગામાં ખૂબ જ સુંદર જોવા મળી આલિયા ભટ્ટ, જુઓ તસવીરો

આ પણ વાંચો :સંખેડાના કાવીઠાનાં સરપંચ ઉમેદવાર એશ્રા પટેલ સામે ફરિયાદ, જાણો શું છે મામલો