Not Set/ સોનૂ સૂદ મુંબઈના મેયર બનશે? આ એક્ટર્સ પર પણ વિચાર

કોંગ્રેસે મુંબઈના મેયર પદ માટે ત્રણ લોકપ્રિય નામોની ભલામણ કરી છે. મુંબઈ કોંગ્રેસ એકમની વ્યૂહરચના સમિતિએ BMC ચૂંટણી માટે એક રિપોર્ટ તૈયાર…

Trending Entertainment
મેયર

કોંગ્રેસ મુંબઈમાં પ્રવેશ મેળવવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) ની તમામ 227 બેઠકો પોતાના દમ પર લડવાની યોજના બનાવી રહી છે. દરમિયાન, કોંગ્રેસે મુંબઈના મેયર પદ માટે ત્રણ લોકપ્રિય નામોની ભલામણ કરી છે. મુંબઈ કોંગ્રેસ એકમની વ્યૂહરચના સમિતિએ BMC ચૂંટણી માટે એક રિપોર્ટ તૈયાર કર્યો છે અને સોમવારે ચર્ચા માટે ટોચના નેતાઓને મોકલ્યો છે.

આ પણ વાંચો :અફઘાનિસ્તાન પર ફિલ્મ બનાવશે અક્ષય કુમાર : KRK નો દાવો

વ્યૂહરચના સમિતિએ બોલીવુડ કલાકારો સોનુ સૂદ, રિતેશ દેશમુખ અને મિલિંદ સોમનનાં નામ મુંબઈ મેયર પદ માટે સંભવિત ઉમેદવારો તરીકે ભલામણ કર્યા છે. આપને જણાવી દઈએ કે હાલમાં BMC ના મેયર કિશોરી પેડનેકર છે, જે શાસક પક્ષ શિવસેનાના નેતા છે. સમિતિએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, BMC મેયરનો ચહેરો યુવાનોને આકર્ષે અને જનતાને તેની તરફેણમાં લાવે.

આ પણ વાંચો :ચિરંજીવીના 66 માં જન્મદિવસ નિમિત્તે તેમની આગામી ફિલ્મ ભોલા શંકરની જાહેરાત

મુંબઈ કોંગ્રેસ સ્ટ્રેટેજી કમિટીના સેક્રેટરી ગણેશ યાદવે સૂચન કર્યુ છે કે પાર્ટીને મેયર પદના ઉમેદવાર ચૂંટણી પહેલા નક્કી કરવી જોઈએ. એટલુ જ નહિ મેયર પદ માટે સોનૂ સૂદ, મિલિન્દ સોમન કે પછી રિતેશ દેશમુખને મેદાનમાં ઉતારવા જોઈએ કે જે શહેરના યુવા લોકો સાથે જોડાઈ શકે. ગણેશ યાદવ કે જે મુંબઈ કોંગ્રેસના ઉપાધ્યક્ષ પણ છે તેમણે સ્ટ્રેટેજી કમિટી સામે પ્રેઝન્ટેશન આપ્યુ છે તેમાં આ લોકોના નામ સૂચવ્યા છે.

આ રિપોર્ટ લીક થયા બાદ સોશિયલ મીડિયા પર આની ઘણી ચર્ચા થઈ રહી છે. જ્યારે ગણેશ યાદવને આ વિશે પૂછવામાં આવ્યુ તો તેમણે આના પર કંઈ પણ કહેવાનો ઈનકાર કરી દીધો. તેમણે કહ્યુ કે મને ખબર નથી કે આ રિપોર્ટ કેવી રીતે લીક થયો જેને મે કમિટી સામે રજૂ કર્યો હતો. તમને જણાવી દઈએ કે સ્ટ્રેટેજી કમિટીના અધ્યક્ષ મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ નાના પટોલે છે જેમાં મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ ભાઈ જગતાપ અને અન્ય વરિષ્ઠ નેતા જેવા કે અશોક ચવ્હાણ, પૃથ્વીરાજ ચવ્હાણ પણ શામેલ છે.

આ પણ વાંચો :એક અફઘાન ક્રિકેટર સાથે સગાઈ કરવા જઈ રહી હતી અભિનેત્રી,રદ કરી

આપને જણાવી દઈએ કે મુંબઈ નગર નિગમની ચૂંટણી આવતા વર્ષે થવાની છે એવામાં કોંગ્રેસ આ ચૂંટણીમાં એકલા પોતાના દમ પર ઉતરવાની રણનીતિ બનાવી રહી છે. બીએમસી પર હાલમાં શિવસેનાનુ છેલ્લા બે દશકથી નિયંત્રણ છે અને તે સત્તામાં છે. જો કે પહેલા શિવસેના અને ભાજપ એકસાથે મળીને સત્તામાં હતા પરંતુ બાદમાં 2017માં ભાજપ અને શિવસેનાએ અલગ-અલગ ચૂંટણી લડી હતી અને ફરીથી જીતવામાં સફળ રહ્યા હતા જ્યારે ભાજપ બીજા સ્થાને રહ્યુ હતુ. આ વખતે ભાજપે શિવસેનાને બીએમસીથી બહાર કરવાનો દાવો કર્યો છે. જો કે શિવસેના અને કોંગ્રેસ હાલમાં મહારાષ્ટ્રની ગઠબંધન સરકારમાં સાથે છે પરંતકુ માનવામાં આવી રહ્યુ છે કે આવતા વર્ષે બંને અલગ-અલગ ચૂંટણી લડી શકે છે.

રિતેશ દેશમુખ

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખના પુત્ર, રિતેશ દેશમુખ બોલિવૂડના સૌથી મોટા કલાકારોમાંના એક છે. જે હિન્દી સિનેમા અને મરાઠી સિનેમામાં અભિનય માટે જાણીતા છે.

સોનુ સૂદ

બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ કોરોના મહામારી દરમિયાન લોકોની મદદ માટે આગળ આવ્યા. આ દરમિયાન, તેમણે પરપ્રાંતિય મજૂરોને તેમના ઘરે લઈ જવાથી કોરોના પીડિતોની સારવારમાં મદદ કરી. આ સિવાય તેઓએ જરૂરિયાતમંદ લોકોને રોજગારી પણ આપવી. આ દરમિયાન વિદ્યાર્થીઓ માટે ઘણી પહેલ શરૂ કરવામાં આવી છે. જેના કારણે સોનુ સૂદની લોકપ્રિયતા ઘણી વધી છે. બોલીવુડ અભિનેતા સોનુ સૂદે ‘દબંગ’ સહિત ઘણી બોલિવૂડ, ટોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે.

 મિલિંદ સોમન

મોડેલ અને ટેલિવિઝન વ્યક્તિત્વ મિલિંદ સોમન ઘણા ફિટનેસ ફ્રીક્સ માટે આયકન તરીકે સેવા આપે છે, જે તંદુરસ્ત જીવનશૈલી માટે ઉદાહરણ તરીકે અગ્રણી છે.

આ પણ વાંચો :ગુસ્સે થયેલી નોરા ફતેહીએ ગાડી પર ફેંક્યું પાણી અને પછી.., જુઓ આ વીડિયો

આ પણ વાંચો :નેહા ક્ક્કરે ડાન્સ કરતાં કરતાં ભાઈ ટોની કક્કરને બાંધી રાખડી, રક્ષાબંધન પર સિંગરને મળી આ ભેટ