અભિનેતા અને ક્રિટિક કમાલ આર ખાન એટલે કે KRK તેના ટ્વીટ્સને લઈને અવાર-નવાર ચર્ચામાં રહે છે. KRK ક્યારેય કોઈ પણ સ્ટાર સાથે પંગો લેવામાં અચકાતો નથી. થોડા સમય પહેલા તેણે કંગના રનૌત પર લવ જેહાદનો આરોપ લગાવ્યો હતો. હવે KRK એ બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર વિશે એક ટ્વીટ કર્યું છે, જે ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.
આ પણ વાંચો :ગુસ્સે થયેલી નોરા ફતેહીએ ગાડી પર ફેંક્યું પાણી અને પછી.., જુઓ આ વીડિયો
પોતાના લેટેસ્ટ ટ્વિટમાં KRK એ અક્ષય કુમાર વિશે લખ્યું છે કે તે અફઘાનિસ્તાન પર ફિલ્મ બનાવવા જઈ રહ્યો છે. કમાલ આર ખાન ટ્વિટર પર લખે છે કે, મારા સૂત્રો અનુસાર, અક્ષય કુમાર હવે અફઘાનિસ્તાન પર ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યો છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર એક અફઘાન શીખની ભૂમિકા ભજવશે, જે તાલિબાનને હરાવશે અને ભારતીયોને એરલિફ્ટ કરશે.
According to my sources #AkshayKumar is planning a film on #Afghanistan. Akshay Kumar will play role of an Afghan Sikh, who will thrash #Talibans and airlift Indians. 🙏🏼
— KRK (@kamaalrkhan) August 23, 2021
આ પણ વાંચો :નેહા ક્ક્કરે ડાન્સ કરતાં કરતાં ભાઈ ટોની કક્કરને બાંધી રાખડી, રક્ષાબંધન પર સિંગરને મળી આ ભેટ
કમાલ આર ખાનનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યું છે. આ સાથે, યુઝર્સ પણ આ અંગે પોતાનો પ્રતિસાદ આપી રહ્યા છે. કેટલાક યુઝર્સ વિચારી રહ્યા છે કે શું અક્ષય કુમાર ખરેખર આવી ફિલ્મ બનાવશે? ફિલ્મ બનશે કે નહીં તે તો સમય જ કહેશે, પરંતુ KRK ના આ ટ્વિટે ચોક્કસપણે દરેકનું ધ્યાન ખેંચ્યું છે.
આ પણ વાંચો :સોની પિક્ચર્સ અંગે હાઇકોર્ટનો મોટો નિર્ણય, ચેનલ વિરુદ્ધબા મામલાની તપાસ પર લગાવી અંતરિમ રોક
સાથે જ ફિલ્મોની વાત કરીએ તો અક્ષય કુમારની ફિલ્મ બેલ બોટમ રિલીઝ થઈ ગઈ છે. આ સિવાય અભિનેતા સારા અલી ખાન અને ધનુષ સાથે અતરંગી રે ફિલ્મમાં જોવા મળશે. સાથે જ તેની પાસે રામ સેતુ, પૃથ્વીરાજ, રક્ષાબંધન જેવી ફિલ્મો પણ છે.
આ પણ વાંચો :એક અફઘાન ક્રિકેટર સાથે સગાઈ કરવા જઈ રહી હતી અભિનેત્રી,રદ કરી
આ પણ વાંચો : ચિરંજીવીના 66 માં જન્મદિવસ નિમિત્તે તેમની આગામી ફિલ્મ ભોલા શંકરની જાહેરાત
આ પણ વાંચો : ચળકતી ત્વચા માટે અભિનેત્રી કિયારા અડવાણી ચહેરા પર શેનો ઉપયોગ કરે છે ?
