સિંગાપુર,
૧૨ જૂને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની ઐતિહાસિક મુલાકાત થવાની છે ત્યારે આ પહેલા કિમ જોંગ સિંગાપુર પહોંચી ચુક્યા છે. જો કે ત્યારબાદ કિમે સિંગાપુરના પ્રધાનમંત્રી લી હ્સેન લૂન્ગ સાથે મુલાકાત કરી હતી.
કિમ જોંગ ઉન રવિવારે એયર ચાઈનાના ૭૪૭ વિમાન દ્વારા સિંગાપુર પહોંચ્યા છે. વિમાનોની ઉડાન પર નજર રાખનારી વેબસાઈટ ફ્લાઈટરડાર ૨૪ના જણાવ્યા અનુસાર, કિમ સવારે પ્યોંગયાંગથી ચીનની રાજધાની બીજિંગ ગયા હતા અને ત્યારબાદ બીજિંગથી વિમાન બદલીને સિંગાપુર પહોચ્યા હતા.
સિંગાપુર પહોચ્યા બાદ ત્યાના વિદેશ મંત્રી વિવિયાન બાલકૃષ્ણને ચાંગી એરપોર્ટ પર ઉત્તર કોરિયાના તાનાશાહ સાથે હાથ મિલાવતા એક તસ્વીર ટ્વીટર પર પણ શેર કરી છે. સિંગાપુરના એરપોર્ટ પહોચ્યા બાદ કિમ જોંગ મર્સિડીઝ બેંજ કારમાં એક સેન્ટરની તરફ ગયા છે અને આ દરમિયાન કિમના કાફલામાં અંદાજે ૨૦થી વધુ ગાડીઓ હતી.