Not Set/ ધ્રાંગધ્રા ખાતે જડેશ્વર મંદિર પાસે મળી આવ્યો બિલ્લી સાપ,ગામવાસીઓમાં ભય સાથે ઉત્સુકતા

બિલ્લી સાપ તરીકે ઓળખાતો સાપ ધ્રાંગધ્રા ખાતે બરોબર 1 વર્ષ અને 3 મહિના પછી મયુર નગરના લક્ષમણભાઈ ભરવાડના બકરીઓના વાડા વચ્ચે મળી આવ્યો છે, તે પહેલાં જડેશ્વર

Gujarat Trending
billi sap 2 ધ્રાંગધ્રા ખાતે જડેશ્વર મંદિર પાસે મળી આવ્યો બિલ્લી સાપ,ગામવાસીઓમાં ભય સાથે ઉત્સુકતા

સચિન પીઠવા, સુરેન્દ્રનગર@મંતવ્ય ન્યૂઝ

બિલ્લી સાપ તરીકે ઓળખાતો સાપ ધ્રાંગધ્રા ખાતે બરોબર 1 વર્ષ અને 3 મહિના પછી મયુર નગરના લક્ષમણભાઈ ભરવાડના બકરીઓના વાડા વચ્ચે મળી આવ્યો છે, તે પહેલાં જડેશ્વર મંદિર પાસે રમેશભાઈના ઘર માંથી મળી આવેલો.આ ઘટનાના પગલે ગામવાસીઓમાં ભય સાથે ઉત્સુકતા જોવા મળી હતી.આ સાપથી ડરવા જેવું ન હોવાનું સાપ પકડવાની સેવા આપતા જયેશ ઝાલાએ જણાવ્યા બાદ લોકોના જીવમાં જીવ આવ્યો હતો.

જે સામાન્ય રીતે જોવા મળતા સપો થી દુર્લભ સાપ છે અને આંશિક ઝેરી સાપ છે. આ સાપ હિમોટોક્સિક ઝેર ધરાવે છે, પરંતુ મનુષ્ય પર આ સાપના ઝેરની અસર નહિવત થાય છે.ગરોળી, પક્ષીઓના ઈંડા, કાચીંડા, ગરોળીનો શિકાર કરે છે, ઘણી વખત આ સાપ શિકારને ગૂંગળાવીને મારી નાખે છે. પોતાની પૂંછડી લાંબી હોવાને કારણે વૃક્ષ પર ચડીને ત્યાંથી ઘણી વખત પડતો હોય છે, એટલે આ સાપને ઉડતો સાપ પણ માની લેવામાં આવે છે. ઝાડ ની બખોલ માં મે મહિનાથી જુલાઈ વચ્ચે 3 થી11 ઈંડા મૂકે છે, બચ્ચા 10 ઈંચની લંબાઈના હોય છે.

આ સાપ વધુ માં વધુ સાડા ચાર ફૂટનો જોવા મળેલ છે અને ધાંગધ્રા ખાતે નિઃશુલ્ક સાપ પકડવાની સેવા આપતા જયેશ ઝાલાએ રેસ્ક્યુ કર્યો હોવાનું ડૉક્ટર પ્રતીક ભાઈ દવે ,હેમંતભાઈ દવે અને જયેશભાઈ ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ સાપને ત્યારબાદ ખુલ્લા સલામત વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો.

majboor str 9 ધ્રાંગધ્રા ખાતે જડેશ્વર મંદિર પાસે મળી આવ્યો બિલ્લી સાપ,ગામવાસીઓમાં ભય સાથે ઉત્સુકતા