ગુજરાતમાં વરસાદ/ જુનાગઢમાં પાંચ ઇંચ વરસાદથી જળબંબાકાર, ઠેર ઠેર ભરાયા પાણી

જૂનાગઢની તો હાલ ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 2 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે. દાતારના જંગલમાં ધોધમા

Gujarat Others
જુનાગઢ

ગુજરાતમાં ચોમાસુ બેસી ગયું છે ત્યારે વરસાદ હવે વધુને વધુ જિલ્લાઓ અને તાલુકાઓને આવરી રહ્યો છે. અત્યારે વાત કરીએ જૂનાગઢની તો હાલ ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 2 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે. દાતારના જંગલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ સાથે જ જંગલોમાંથી ધોધ ની જેમ પાણી વહી રહ્યા છે. આ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

નીચલા દાતાર વિસ્તારોમાં જળબંબાકાર નોધાયો છે. આટલું જ નહિ નીચલા દાતાર વિસ્તારમાં મકાનોમાં પણ પાણી ઘુસી ગયા છે. ત્યાના રહેવાસી ને ઘણી તકલીફ પડી રહી છે.ઝાંઝરડા અંડરબ્રિજમાં પણ પાણી ભરાયા ગયું છે, લોકોને અવરજવર માં પણ મુશકેલી સર્જાઈ છે. ગોપાલ નગર, ઝાંઝરડા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. છેલ્લા ૨ કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે.

કેટલીક સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે, આ સાથે જ લોકોની ઘરવખરી તણાઈ ગઈ છે. વાણંદ સોસાયટીમાં ખુબ જ પાણી ભરાયા છે. જૂનાગઢનો વિલિંગડન ડેમ ઓવરફ્લો થયો છે. 1 ફૂટથી ઓવરફલો થયું હોવાનું હાલ સામે આવી રહ્યું છે.

આ પણ વાંચો:Gujarat Rains/ગુજરાતમાં ઠેર ઠેર ભારેથી અતિભારે વરસાદ, જાણો 24 કલાકમાં ક્યાં કેટલો પડ્યો

આ પણ વાંચો: સુરતમાં 118 કરોડના ખર્ચે બનેલા બ્રિજ દોઢ મહિનામાં જ બેસી ગયો,બ્રિજ સેલની પોલ ખોલી દીધી

આ પણ વાંચો: સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર, રસ્તાઓ જળમગ્ન બન્યા મેયરે ઉતરવું પડ્યું મેદાનમાં

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારમાં મૂશળધાર વરસાદ,નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ

આ પણ વાંચો: અમદાવાદમાં એક ઇંચ વરસાદે જ તંત્રની પોલ ખોલી