ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે.ત્યારે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હળવોથી ભારે વરસાદ નોંધાયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 184 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં નવસારી અને વલસાડ જિલ્લામાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો. વલસાડના પારડીમાં સૌથી વધુ સાત ઈંચ વરસાદ પડ્યો હતો જ્યારે નવસારમાં સતત ચોથા દિવસે ભારે વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે નવસારીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજકોટ
રાજકોટમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ વરસાદ વરસી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમા ધોધમાર વરસાદ જોવા મળ્યો છે.
અમદાવાદ
અમદાવાદમાં અનેક જગ્યાએ ભારે વરસાદ નોધાયો છે. AMC ડેપ્યુટી કમિશનરનું આ બાબતને લઈને નિવેદન સામે આવ્યું છે. ઠેર ઠેર ખુબ જ પાણી ભરાયા છે જેમાં અમદાવાદના પૂર્વ વિસ્તારમા 61 જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. જુદા-જુદા ઝોનમાં 25 કંટ્રોલરુપ કાર્યરત કરવામાં આવ્યા છે. વાસણા બેરજના 2 દરવાજાને ખોલી દેવામાં આવ્યા છે. આ સાથે જ અમદાવાદમાં 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદ રહી શકે છે.
બોટાદ
આ ઉપરાંત બોટાદના રાણપુર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. રાણપુરના મોટાભાગના રોડ પર પાણી ફરી વળ્યા છે. ઠેર ઠેર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કિનારા, ધારપીપળા, અલમપુરમાં ધોધમાર વરસાદ તથા ઉમરાળા સહિત અનેક ગામોમાં ઘોઘમાર વરસાદ નોધાયો છે.
આણંદ
આણંદમાં છેલ્લા 4 કલાકમાં વરસાદનું ધમાકેદાર બેટિંગ જોવા મળ્યું છે. આણંદના કેટલાક વિસ્તારોમાં ખુબ જ પાણી ભરાઈ ગયા છે. છેલ્લા 4 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસી ચુક્યો છે. તારાપુર અને બોરસદમાં 3 ઇંચ વરસાદ નોધાયો છે. પેટલાદ, સોજીત્રા અને આણંદમાં 2 ઇંચ વરસાદ તથા ખંભાત માં 1 ઇંચથી વધુ વરસાદ, ઉમરેઠ અને આંકલાવમાં અડધો ઇંચ વરસાદ નોધાયો છે.
વડોદરા
વડોદરાનાં સાવલી માં તેમજ સમગ્ર પંથકમાં વરસાદની રમઝટ જોવા મળી છે. મુખ્ય માર્ગો તેમજ સોસાયટી વરસાદી પાણીમાં. ગરકાવ થઇ ગયા છે. કેટલાક વિસ્તારો જેવા કે અયોધ્યા પૂરી, ગોકુલ વાટિકા, જશોદા નગરમાં પાણી ભરાયા છે. સાવલી હાઈ સ્કુલ રોડ ઉપર ગોઠણ સમાં પાણી ભરાયાં છે. ઠેર ઠેર પાણી ભરાઈ જતા નગરનાં મુખ્ય રસ્તા ઉપર ખાડા પણ પડી ગયા છે જેના કારણે રાહદારીઓ પરેશાન થઇ રહ્યા છે.આ સાથે જ નગર પાલિકાની ઘોર બેદરકારીની પણ પોલ ખુલી છે. ઠેર-ઠેર પાણી ભરાતા સ્થાનિકોમાં ખુબ જ રોષ જોવા મળ્યો છે.
કચ્છ
કચ્છમાં સતત ત્રીજા દિવસે વરસાદવરસી રહ્યો છે. ગાંધીધામ,અંજાર સહિતના શહેરોમાં વરસાદ નોધાયો છે. શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોધાયો છે.
સાબરકાંઠા
સાબરકાંઠના તલોદમાં વરસાદ સાથે વીજળી પડી હોવાની ઘટના સામે આવી છે. સબરાજીના મુવાડા ગામે આ વીજળી પડી છે જેમાં એક ગાયનું મોત થયું છે. આ ઉપરાંત અનેક જગ્યા એ પણ વીજળી પડી હોવાની ઘટના સામે આવી છે.
આ પણ વાંચો: સુરતમાં 118 કરોડના ખર્ચે બનેલા બ્રિજ દોઢ મહિનામાં જ બેસી ગયો,બ્રિજ સેલની પોલ ખોલી દીધી
આ પણ વાંચો: સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર, રસ્તાઓ જળમગ્ન બન્યા મેયરે ઉતરવું પડ્યું મેદાનમાં
આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારમાં મૂશળધાર વરસાદ,નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ
આ પણ વાંચો: અમદાવાદમાં એક ઇંચ વરસાદે જ તંત્રની પોલ ખોલી