OMG!/ આ શહેરમાં યુવાનો દારૂનો નહીં…પણ સુગંધિત કોન્ડોમનો કરી રહ્યા છે નશો, જાણો કેવી રીતે

પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં સુગંધિત કોન્ડોમની માગ વધી છે. અહીંના યુવાનો ગર્ભનિરોધક અથવા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગો સામે રક્ષણના સાધન તરીકે કોન્ડોમનો ઉપયોગ કરતા નથી.

Ajab Gajab News Trending
સુગંધિત કોન્ડોમ

પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં સુગંધિત કોન્ડોમ (flavoured condoms) ની માગ અચાનક વધી ગઈ છે. કોન્ડોમની માગ એટલી વધી ગઈ છે કે સ્થાનિક દુકાનદારો તેને પૂરી કરવામાં અસમર્થ છે. જ્યારે કોન્ડોમની માગમાં તેજીના કારણની તપાસ કરવામાં આવી તો ચોંકાવનારી માહિતી સામે આવી.

યુવકો દારૂ પીવા માટે કોન્ડોમનો ઉપયોગ કરતા હતા. હા, તે સાચું છે. કોન્ડોમ વેનેરીયલ રોગો સામે રક્ષણ આપવા અને ગર્ભનિરોધક તરીકે ઉપયોગમાં લેવા માટે બનાવવામાં આવ્યા છે, પરંતુ દુર્ગાપુરના કેટલાક યુવાનો તેનો નશો કરવા માટે ઉપયોગ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેટલાક યુવકોને કોન્ડોમની લત લાગી ગઈ છે. તેઓ કોન્ડોમને ગરમ પાણીમાં મૂકે છે અને પછી તે પાણી પીવે છે. જેના કારણે તેઓ 10-12 કલાક સુધી નશામાં રહે છે.

દુકાનોમાંથી કોન્ડોમના પેકેટ ગાયબ

દુર્ગાપુર સિટી સેન્ટર, બિધાનનગર, બેનાચીટી, મુચીપારા, સી ઝોન અને એ ઝોન જેવા વિસ્તારોમાં કોન્ડોમની માગ વધી છે. મેડિકલ શોપ ચલાવતા એક વ્યક્તિએ જણાવ્યું કે પહેલા દરેક દુકાનમાંથી દરરોજ 3-4 પેકેટ કોન્ડોમ વેચાતા હતા. હવે ડિમાન્ડ એટલી વધી ગઈ છે કે કોન્ડોમના પેકેટ તરત જ ખલાસ થઈ જાય છે.

કોન્ડોમના સંયોજનો દારૂમાં ફેરવાય છે

દુર્ગાપુર ડિવિઝનલ હોસ્પિટલમાં કામ કરતા ધીમાન મંડલે યુવાનોના કોન્ડોમ એડિક્ટ થવા પાછળનું કારણ જણાવ્યું. તેમણે કહ્યું કે કોન્ડોમમાં હાજર સુગંધિત સંયોજનો જ્યારે ગરમ થાય છે ત્યારે આલ્કોહોલ તરીકે તૂટી જાય છે. જો કોઈ તેને પીવે તો તે વ્યસન બની જાય છે. આ પ્રકારનું સુગંધિત સંયોજન ડેંડ્રાઈટ ગમમાં પણ જોવા મળે છે. આ કારણે ઘણા લોકો નશા માટે ડેંડ્રાઈટનો પણ ઉપયોગ કરે છે.

દુર્ગાપુર RE કોલેજ મોડલ સ્કૂલના રસાયણશાસ્ત્રના શિક્ષક નુરુલ હકે કહ્યું કે જો કોન્ડોમને લાંબા સમય સુધી ગરમ પાણીમાં રાખવામાં આવે તો તેના મોટા કાર્બનિક પરમાણુઓ તૂટી જાય છે અને આલ્કોહોલનું સંયોજન બને છે. તેને પીવાથી નશો થાય છે.

આ પણ વાંચો:દક્ષિણ આફ્રિકામાં ભરૂચના બે સાગા ભાઈઓ પર થયો હુમલો, એકનું મોત

આ પણ વાંચો: દેવભુમિ દ્રારકામાં ભક્તોને જ આખલાઓએ લીધા અડફેટે, જુઓ આ વીડિયો

આ પણ વાંચો: હત્યાનો ભેદ ઉકેલાયો, ધડ મળ્યાના 5 દિવસ બાદ કપાયેલા પગ મળ્યા, પિતા જ પુત્રનો હત્યારો નીકળ્યો