Not Set/ હાર્દિકના ઉપવાસનો સાતમો દિવસ: કનુભાઈ કળસરિયાએ હાર્દિક સાથે કરી મુલાકાત

અમદાવાદ, હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે સાતમો દિવસ થયો. ગઈ કાલે હાર્દિક પટેલની સોલા સિવિલ દ્વારા ચેક અપ કરતા હાર્દિકના યુરિનમાં ઇન્ફેકશન હોવાની ડોક્ટરની ટિમ દ્વારા જણાવમાં આવ્યું હતું. જોકે હાર્દિક પટેલ દ્વારા જળનો ત્યાગ કરવામાં આવ્યો છે. હાર્દિકના જળના ત્યાગ બાદ તંત્ર દ્વારા તેની તબિયત પર નજર રાખી રહયા છે. ત્યારે હાર્દિક પટેલને રાજય સરકાર […]

Ahmedabad Top Stories
06 1 હાર્દિકના ઉપવાસનો સાતમો દિવસ: કનુભાઈ કળસરિયાએ હાર્દિક સાથે કરી મુલાકાત

અમદાવાદ,

હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે સાતમો દિવસ થયો. ગઈ કાલે હાર્દિક પટેલની સોલા સિવિલ દ્વારા ચેક અપ કરતા હાર્દિકના યુરિનમાં ઇન્ફેકશન હોવાની ડોક્ટરની ટિમ દ્વારા જણાવમાં આવ્યું હતું.

જોકે હાર્દિક પટેલ દ્વારા જળનો ત્યાગ કરવામાં આવ્યો છે. હાર્દિકના જળના ત્યાગ બાદ તંત્ર દ્વારા તેની તબિયત પર નજર રાખી રહયા છે. ત્યારે હાર્દિક પટેલને રાજય સરકાર દ્વારા ઉપવાસ છોડવા માટે કોઈ ને કોઈ હિલચાલ થઈ રહી છે.

શુક્રવારે હાર્દિક પટેલની મુલાકાતે તેના દાદા પહોંચ્યા હતા. આ દરમિયાન હાર્દિકની હાલત જોઈને તઓ ભાવુક થઈ ગયા હતા. શુક્રવારે દિલ્હીના આપના ધારાસભ્ય દેવેન્દ્ર શેરાવતે પણ હાર્દિક પટેલ સાથે મુલાકાત કરીને હાર્દિકને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.

06 હાર્દિકના ઉપવાસનો સાતમો દિવસ: કનુભાઈ કળસરિયાએ હાર્દિક સાથે કરી મુલાકાત

હાર્દિક પટેલના ઉપવાસના છઠ્ઠા દિવસે 6 પાસ ક્ન્વિનરોએ મુંડન કરાવી હાર્દિકને સહકાર આપ્યો હતો. મુંડન મામલે પાસ કન્વિનર નિખિલ  સવાણીએ જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકાર ઉપવાસની પરવાનગી આપતી નથી જેને કારણે હાર્દિક પટેલ ઉપવાસ પર ઉતર્યો છે. રાજ્ય સરકારની નજર પડે તે માટે 6 પાસ કન્વિનરોએ મુંડન કરાવી ઉપવાસમાં હાર્દિકને ટેકો જાહેર કર્યો છે.

Hardik Patel, હાર્દિક પટેલ

હોસ્પિટલમાં સારવાર લેવાની સલાહ

હાર્દિક છેલ્લા સાત દિવસથી ઉપવાસ કરી રહ્યો છે. શુક્રવારે તેનું વજન કરવામાં આવતા તેમાં અત્યાર સુધી સાડા ચાર કિલોનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે હાર્દિકનું બ્લડ પ્રેશર અને સુગર લેવલ નોર્મલ આવ્યું હતું. ડોક્ટરે તેમને હોસ્પિટલમાં સારવાર લેવાની સલાહ આપી છે. જોકે, હાર્દિકે સારવાર લેવાનો ઇન્કાર કરી દીધો છે.

ગુરુવારે પાટીદાર અનામત મામલામાં હાર્દિક પટેલ પર ચાલી રહેલા રાજદ્રોહના કેસના મામલે સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમા કોર્ટમાં દિનેશ સાથે ચિરાગ પટેલ હાજર રહ્યા હતા પણ  હાર્દિક પટેલ હાજર ન રહેતા કોર્ટ દ્વારા નારાજગી જાહેર કરવામાં આવી હતી.

કોર્ટ દ્વારા હાર્દિકના ગેરહાજરનું કારણ પુછતા હાર્દિકના વકીલે આમરણાંત ઉપવાસના કારણે તેની તબિયત સારી ન હોવાની વાત કરી હતી. જ્યારે કોર્ટમાં હાજર દિનેશ પટેલ દ્વારા વકીલ રોકવા મા્ટે મુદતની માંગ કરવામાં આવી હતી.

જે મુદ્દે કોર્ટે ફરિવાર આવા કારણ સાથે હાજર ન થતા તેવી ટિપ્પણી કરી હતી.  તો આ મામલે વધુ સુનાવણી 14મી સપ્ટેમ્બરે હાથ ધરાશે.