કોરોના સંક્રમણ/ રણદીપસિંહ સુરજેવાલા બાદ દિગ્વિજય સિંહ પણ કોરોના પોઝિટિવ

દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે, સામાન્ય માણસથી લઇને દિગ્ગજ નેતા-અભિનેતા હવે આ વાયરસની ઝપટમાં આવી રહ્યા છે.

Top Stories India
a 223 રણદીપસિંહ સુરજેવાલા બાદ દિગ્વિજય સિંહ પણ કોરોના પોઝિટિવ
  • દિગ્ગજ કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહને કોરોના
  • ટ્વિટ કરીને દિગ્વિજયસિંહે આપી જાણકારી
  • સંપર્કમાં આવેલાને ટેસ્ટ કરાવવા કરી અપીલ

દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે, સામાન્ય માણસથી લઇને દિગ્ગજ નેતા-અભિનેતા હવે આ વાયરસની ઝપટમાં આવી રહ્યા છે. તાજેતરમાં કોંગ્રેસનાં દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ કોરોનાની ઝપટમાં આવ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

કોરોના સંક્રમણ / કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલા કોરોના સંક્રમિત, લોકોની કરી આ અપીલ

દિગ્વિજય સિંહે ટ્વિટર કરી આ માહિતી આપી છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે, ‘મારો કોવિડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારા દિલ્હીનાં નિવાસસ્થાન પર હુ અત્યારે ક્વોરેન્ટીનમાં છુ, કૃપા કરીને જે લોકો મારી સાથે સંપર્કમાં આવ્યા છે તે બધાને પોતાને આઇસોલેશનમાં રાખી અને પોતાના સ્વાસ્થ્યને લગતી તમામ સાવચેતી રાખે. આપને જણાવી દઇએ કે, દિગ્વિજય સિંહ પહેલા કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ ટ્વીટ કર્યું હતું કે, તેઓ પણ કોરોનાથી સંક્રમિત થયા છે.

તેમણે ટ્વીટ કર્યું કે, ‘હુ આજે સવારે કોવિડ-19 તપાસ બાદ પોઝિટિવ આવ્યો છુ. જેઓ છેલ્લા 5 દિવસની અંદર મારી સાથે સંપર્કમાં આવ્યા છે, તેઓ પોતાને અલગ કરી લે અને કોરોનાની તપાસ કરાવી લે, સાથે જરૂરી સાવચેતી પણ રાખે.’ નોંધપાત્ર વાત એ છે કે કોરોનાની પકડમાં ઘણા રાજકારણીઓ છે, યુપીનાં સીએમ યોગી આદિત્યનાથ, સપાનાં વડા અખિલેશ યાદવ અને દિગ્ગજ નેતા હરસિમરત કૌરને પણ કોરોના થયો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ