નવી દિલ્હી/ દિલ્હીના વિશ્વાસનગરમાં એક મકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા ૪ ના મોત થયા

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની વિશ્વાસનગરની  બિકમ કોલોનીમાં એક દુખદ અકસ્માત સર્જાયો હતો. મોડી રાત્રે એક મકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો, જેના કારણે મકાનમાં આગ લાગી હતી. વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે આખું ઘર બળીને રાખ થઈ ગયું હતું. આ અકસ્માતમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે એક વ્યક્તિ ખરાબ રીતે દાઝી ગઈ છે. સિલિન્ડર બ્લાસ્ટ થયાની માહિતી મળતાં ફાયર […]

Top Stories India
Untitled 313 દિલ્હીના વિશ્વાસનગરમાં એક મકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા ૪ ના મોત થયા

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની વિશ્વાસનગરની  બિકમ કોલોનીમાં એક દુખદ અકસ્માત સર્જાયો હતો. મોડી રાત્રે એક મકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો, જેના કારણે મકાનમાં આગ લાગી હતી. વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે આખું ઘર બળીને રાખ થઈ ગયું હતું. આ અકસ્માતમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે એક વ્યક્તિ ખરાબ રીતે દાઝી ગઈ છે. સિલિન્ડર બ્લાસ્ટ થયાની માહિતી મળતાં ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. પોલીસ અને પ્રશાસનના લોકો પણ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે મોડી રાત્રે એક મકાનમાં પહેલા સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો, ત્યારબાદ આખું ઘર જ્વાળાઓમાં ભરાઈ ગયું હતું. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે આ ઘટના દરમિયાન 5 લોકો ઘરમાં હાજર હતા, જેમાંથી 4 લોકો આ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે, જ્યારે એક વ્યક્તિ ખરાબ રીતે દાઝી ગઈ છે. દિલ્હી ફાયર સર્વિસના ડિરેક્ટર અતુલ ગર્ગે આ દુર્ઘટનામાં થયેલા મોતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે એક મકાનમાં સિલિન્ડર ફાટ્યા બાદ લાગેલી આગમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં અને અન્ય એક વ્યક્તિ બળીને ખાખ થઈ ગયો.

https://twitter.com/ANI/status/1410034051277197312?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1410034051277197312%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.newsnationtv.com%2Fstates%2Fdelhi-and-ncr%2Ffour-people-died-and-another-person-sustained-burn-injuries-in-a-fire-that-erupted-following-a-cylinder-blast-at-a-house-in-farsh-bazar-area-of-shahdara-191736.html