પ્રહાર/ પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર,”અદાણીની શેલ કંપનીઓમાં કોના પૈસા લાગેલા છે…

સંસદની સદસ્યતા રદ થયા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે પહેલીવાર મીડિયા સામે આવ્યા અને તેમણે કેન્દ્રની ભાજપ સરકાર પર ખુલ્લેઆમ પ્રહારો કર્યા

Top Stories India
4 1 8 પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર,''અદાણીની શેલ કંપનીઓમાં કોના પૈસા લાગેલા છે...

Priyanka Gandhi:  સંસદની સદસ્યતા રદ થયા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે પહેલીવાર મીડિયા સામે આવ્યા અને તેમણે કેન્દ્રની ભાજપ સરકાર પર ખુલ્લેઆમ પ્રહારો કર્યા. જેના જવાબમાં ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. હવે ફરી એકવાર તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા રાહુલ ગાંધીના સમર્થનમાં સામે આવી છે.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ (Priyanka Gandhi) શનિવારે ટ્વીટ કર્યું કે ભાજપ આ પ્રશ્નને ટાળવા માંગે છે. આખી સંસદ મૌન. વડાપ્રધાન પોતે મૂંગા બની ગયા. હવે રાહુલ પર દરેક પ્રકારના હુમલા થઈ રહ્યા છે. પરંતુ, ગૌતમ અદાણીની શેલ કંપનીઓમાં કોના પૈસા રોકાયા છે, તેની તપાસ કેમ નથી થઈ રહી, આનો જવાબ તેઓ નથી આપી રહ્યા.

પોતાના ટ્વિટમાં પ્રિયંકાએ (Priyanka Gandhi) એક સ્ક્રીનશોટ શેર કર્યો છે, જે રાહુલ ગાંધીના ટ્વિટનો છે. જેમાં લખ્યું છે કે મેં વડાપ્રધાનની આંખોમાં ડર જોયો છે, તેઓ અદાણી પર સંસદમાં મારા આગામી ભાષણથી ડરી રહ્યા છે. સીધો સવાલ એ છે કે શેલ કંપનીઓ દ્વારા અદાણી જૂથમાં ₹20000 કરોડનું વિદેશી નાણું કોનું રોકાણ કર્યું? આ સમગ્ર ડ્રામા આ પ્રશ્ન પરથી ધ્યાન હટાવવા માટે છે. આ ફોટો સાથે કોંગ્રેસ મહાસચિવે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.

આ પહેલા પણ પ્રિયંકાએ મોદી સરકાર (Priyanka Gandhi) પર પ્રહારો કર્યા હતા. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે ભાજપ આ દેશમાંથી વિરોધ અને લોકશાહી ખતમ કરવા માંગે છે. એટલા માટે તે વિપક્ષના લોકોના અવાજ પર સતત પ્રહાર કરી રહી છે. બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને મીસા ભારતીને એજન્સીઓ દ્વારા હેરાન કરવામાં આવી રહી છે. લોકશાહી પરના હુમલા સામે આપણે બધા એકજૂટ છીએ.

world boxing championship/વિશ્વ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સ્વીટી બોરાએ ભારતને અપાવ્યો બીજાે ગોલ્ડ મેડલ