રિપોર્ટ/ બોલિવૂડ કિડ્સ જ નહીં તમામ વર્ગના ટીનેજર્સ અને યુવાનો નશાના હોય છે આદી

યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ એન્ડ ક્રાઈમ રિપોર્ટ પ્રમાણે, આખી દુનિયામાં 35 મિલિયન લોકો ડ્રગ યુઝ ડિસઓર્ડરના શિકાર થાય છે. દર 7માંથી માત્ર 1ને જ ટ્રીટમેન્ટ મળી શકે છે

Top Stories Trending
main d બોલિવૂડ કિડ્સ જ નહીં તમામ વર્ગના ટીનેજર્સ અને યુવાનો નશાના હોય છે આદી

શાહરુખનો પુત્ર આર્યન ડ્રગ્સ કેસમાં પકડાતા લોકો વિતારી રહ્યા છે કે, બોલિવૂડ કિડ્સ અને અમીર નબીરાઓ જ નશાના રવાડે ચઢે છે. પરંતુ આ વાત સાચી નથી. દરેક વર્ગના ટીનેજર્સ અને યુવાનો આ માર્ગને અપનાવી રહ્યા છે. એક સ્ટડીના આધારે આ વાત સાબિત થઇ છે.

પશ્ચિમ બંગાળની બે સ્કૂલના વિદ્યાર્થીઓ પર થયેલી સ્ટડીમાં સશરે 15% શહેર અને 27% ગામડાના વિદ્યાર્થીઓએ માન્યું કે, મિત્રોને લીધે ડ્રગ્સની ટેવ પડી. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સના સાઈકિયાટ્રિસ્ટ ડૉ. રાજેશ સાગરે આ વાત સાચી જણાવી. તેમણે કહ્યું, આ ઉંમરમાં નવી વસ્તુઓ શીખવાને લઈને ઉત્સુકતા હોય છે. ટીનેજર્સ વધારે સમય તેમના મિત્રો સાથે પસાર કરે છે. તેઓ ઘરની મહિલાઓ અને પરિવારથી દૂર થવા માંડે છે. આ કારણોને લીધે રસ્તો ભટકવાના ચાન્સ વધી જાય છે. ઘણીવાર તેના જોખમી પરિણામ આત્મહત્યા સુધી પહોંચી જાય છે. ધોરણ 8,9 અને 10ના 416 વિદ્યાર્થીઓ પર થયેલી સ્ટડીમાં તેમણે સ્વીકાર્યું કે, સ્ટ્રેસથી દૂર રહેવા માટે અમે ડ્રગ્સની મદદ લીધી. સાથે જ નશીલી વસ્તુઓ સરળતાથી મળી જતી હોવાથી ટીનેજર્સ ખોટા માર્ગ તરફ દોરાય છે. સારી વાત છે કે, આશરે 73% ટીનેજર્સ આ ખરાબ ટેવમાંથી છૂટકારો મેળવવા ઈચ્છે છે.

દરેક વર્ગના ટીનેજર્સ અને યુવાનોમાં ડ્રગ્સ કોમન

d1 બોલિવૂડ કિડ્સ જ નહીં તમામ વર્ગના ટીનેજર્સ અને યુવાનો નશાના હોય છે આદી

એવું માનવામાં આવતું હતું કે, નશો એ સેલિબ્રિટી ક્લાસનો ટ્રેન્ડ છે પણ મનોચિકિત્સક આ વાત સાચી માનતા નથી. તેમનું કહેવું છે કે, દરેક વર્ગના ટીનેજર્સ અને યુવાનોમાં આ કોમન હોય છે. દિલ્હી સ્થિત ઑનક્વેસ્ટ લેબોરેટરીઝ લિમિટેડના લેબ ઓપરેશન્સના મેડિકલ ડિરેક્ટર ડૉ. રાજન વર્માએ કહ્યું, ડ્રગ્સના ઉપયોગથી મગજમાં કન્ફ્યુઝન, સ્ટ્રોક્સ અને બ્રેન હેમરેજ થવાની શક્યતા રહે છે. તે ફેફસાંને પણ નુકસાન પહોંચાડે છે. આવા લોકોમાં નિર્ણય લેવાની શક્તિ ઓછી થઈ જાય છે.

યુવતીઓમાં નશાનું કારણ અલગ

d2 બોલિવૂડ કિડ્સ જ નહીં તમામ વર્ગના ટીનેજર્સ અને યુવાનો નશાના હોય છે આદી

એમ્સના નેશનલ ડ્રગ ડિપેન્સ ટ્રીટમેન્ટ સેન્ટરના ન્યૂઝલેટર પ્રમાણે, ટીનેજ ગર્લ્સ અને યુવતીઓમાં નશાનું કારણ છોકરાઓ કરતા અલગ હોય છે. ફિઝિકલ કે સેક્સ્યુઅલ અબ્યુઝની શિકાર છોકરીઓમાં સામાન્ય છોકરીઓની સરખામણીએ સ્મોક કરવા, દારૂ પીવા અને ડ્રગ્સ લેવાની શક્યતા વધારે હોય છે. પરિવારમાં પ્રોબ્લેમ, જોબની તકલીફો, ફેમિલી હિસ્ટ્રી, નશાની ટેવ, સ્ટ્રેસ અને ડિપ્રેશનને લીધે નશાના શિકાર બને છે. મુંબઈ, દિલ્હી અને મણિપુરની યુવતીઓ પર થયેલી સ્ટડી પ્રમાણે, 90% યુવતીઓ હેરોઇનનો નશો કરે છે. 100માંથી 53 મહિલાઓએ સ્વીકાર્યું કે, અમારી ફેમિલીમાં પેરેન્ટ્સ અને પતિને નશાની ટેવ હતી. અડધી મહિલાઓ ડ્રગ્સ ખરીદવા માટે સેક્સવર્ક કરે છે જ્યારે એક તૃતીયાંશ છોકરીઓ નશો કરવા ડ્રગ્સ વેચે છે. ક્લાઉડનાઈન હોસ્પિટલની સીનિયર કન્સલ્ટન્ટ ડૉ. રિતુ સેઠીએ કહ્યું કે. પ્રેગ્નન્સીમાં ડ્રગ્સ લેવાથી પ્રી-મેચ્યોર ડિલિવરી થઈ શકે છે. મિસકેરેજની શક્યતાઓ પણ વધી જાય છે. બાળકોમાં બર્થ ડિફેક્ટસ હોય શકે છે. બેબી બર્થ પછી જો માતા ડ્રગ્સ લેવાનું ના છોડે તો બાળકોને ફિટ્સ આવી શકે છે. બાળકો વધારે સમય સુધી સૂતા રહે છે.

યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ એન્ડ ક્રાઈમ રિપોર્ટ પ્રમાણે, આખી દુનિયામાં 35 મિલિયન લોકો ડ્રગ યુઝ ડિસઓર્ડરના શિકાર થાય છે. દર 7માંથી માત્ર 1ને જ ટ્રીટમેન્ટ મળી શકે છે.

 ડ્રગ્સ ક્યાં છુપાવામાં આવે છે

d3 બોલિવૂડ કિડ્સ જ નહીં તમામ વર્ગના ટીનેજર્સ અને યુવાનો નશાના હોય છે આદી

અમેરિકન એડિક્શન સેન્ટરના જવ્યાપ્રમાણે, ટીનેજર્સ અમુક ખાસ જગ્યામાં ડ્રગ્સ છુપાવીને રાખે છે. પેરેન્ટ્સને તેમના સંતાન પર થોડો પણ શક થાય તો તેમની તપાસ કરવી જોઇએ, જેમ કે માર્કર કે હાઈલાઈટરનો પાછળ ભાગ ચેક કરો. છોકરાઓની શેવિંગ કિટને ચેક કરો, ઘણા બધા દિવસોથી પડી રહેલા ફૂડ રેપર અને સોડા કેન, છોકરીઓની લિપસ્ટિક ટ્યુબ, લિપ બામ અમે ડિયોડ્રન્ટ, મિરર કોમ્પેક્ટ, ઘણી છોકરીઓ મિરર પર કોકીનની લાઈન બનાવીને ખાલી પેનથી સૂંઘે છે, કારની સીટ નીચે, ડેશબોર્ડ કે બીજી જગ્યાએ, ટીબેગ્સમાં છુપાવી શકે છે. બાથરૂમનું વેન્ટિલેટર અને ટોઇલેટ ટેન્કમાં નશીલા પદાર્થો છુપાવવાની ઘણી કોમન જગ્યાઓ છે,  ચોકલેટ, ટોફી, ચિંગમના ડબ્બામાં, બેલ્ટનું બકલમાં, સ્વીચ બોર્ડમાં પણ મૂકી શકે છે,  ચંપલ અને ટેબલ વૉચની અંદર, અને તકીયા અને ગાદલામાં પણ ડ્રગ્સ મળી શકે છે.

લક્ષણ

નશાની ટેવ પડ્યા પછી ટીનેજર્સ ખોવાયેલા દેખાય છે, માતા-પિતા કે પરિવારના બીજા મેમ્બર સાથે વાત કરતા ડરે છે, અમુક ટીનેજર્સ અને યુવાનોમાં ચીડિયાપણું વધી જાય છે, મિત્રોના સંગતમાં પરિવર્તન આવવું અને કપડાંમાંથી ધુમાડાની વાસ આવવી તે મહત્વના લક્ષણો છે. ક્યારેક પરિવારની બેદરકારી તો ક્યારેક ના સમજ ટીનેજર્સ અને યુવાનો ખોટા રવાડે ચડી જાય છે. ડૉ. રાજેશ સાગરના જણાવ્યા પ્રમાણે, લક્ષણો ઓળખીને જલ્દી આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી શકાય છે.