Not Set/ આત્મનિર્ભર ભારતની નવી ઓળખ, ભારત ઓનલાઇન ચૂકવણીમાં પ્રથમ ક્રમે

કોરોના વર્ષ 2020 માં રોકડ આપ-લેને બદલે મોબાઈલ એપથી ચૂકવણીની બોલબાલા વધી છે. 2020માં ભારતમાં ઓનલાઈન પેમેન્ટનાં કુલ 25.5 અબજ ટ્રાન્જેક્શન નોંધાયા હતા.

Trending
1 75 આત્મનિર્ભર ભારતની નવી ઓળખ, ભારત ઓનલાઇન ચૂકવણીમાં પ્રથમ ક્રમે

કોરોના વર્ષ 2020 માં રોકડ આપ-લેને બદલે મોબાઈલ એપથી ચૂકવણીની બોલબાલા વધી છે. 2020માં ભારતમાં ઓનલાઈન પેમેન્ટનાં કુલ 25.5 અબજ ટ્રાન્જેક્શન નોંધાયા હતા. કોરોના વર્ષમાં તો ઓનલાઈન પેમેન્ટનું મહત્વ અગાઉ ક્યારેય ન હોય એટલું વધ્યું. પરીણામે ડીજીટલ ટ્રાન્જેક્શનનાં મામલે ભારતે ચીન-અમેરીકા જેવા દેશોને પણ પાછળ ધકેલી દીધા છે.

1 76 આત્મનિર્ભર ભારતની નવી ઓળખ, ભારત ઓનલાઇન ચૂકવણીમાં પ્રથમ ક્રમે

મોટા સમાચાર / દેશમુખ વિરુદ્ધ 100 કરોડની વસૂલીનાં આરોપોની તપાસ કરશે CBI, હાઈકોર્ટે કહ્યું- બધા આરોપો ખૂબ ગંભીર

કોરોનાકાળમાં જયારે ચલણની સિસ્ટમ લોકડાઉનમાં બંધ કરાઇ ત્યારે ઓનલાઇન સિસ્ટમ દ્વારા આત્મનિર્ભર ભારતની નવી ઓળખ સામે આવી. લોકોએ 2020માં ડિજિટલ ટ્રાન્ઝેકશન પર ભાર મુકયો અને ડિજિટલ ટ્રાન્ઝેકશનને વેગવંત બનાવીને વિશ્વમાં અન્ય દેશોને પણ ભારતે પાછળ પાડી દીધું. માટે જ 2020 માં ઓનલાઇન ટ્રાન્ઝેકશન કરનાર દેશોમાં 25.5 અબજનાં માતબર ટ્રાન્ઝેકશન સાથે ભારત પ્રથમ ક્રમે આવ્યું છે. આ રિપોર્ટ યુનાઇટેડ કિંગડમ સ્થિત એક એજન્સી દ્વારા તૈયાર કરાયો છે.

1 77 આત્મનિર્ભર ભારતની નવી ઓળખ, ભારત ઓનલાઇન ચૂકવણીમાં પ્રથમ ક્રમે

Interesting: ગુજરાતમાં ઊંટનું અસ્તિત્વ જોખમમાં, ટ્રક-ટ્રેક્ટરનો ઉપયોગ વધતા ઊંટની ડિમાન્ડ ઘટી

કેશ અને ચેક ઉપરાંત હવે પેમેન્ટ માટેનો ત્રીજો મજબૂત વિકલ્પ જગતને મળી ગયો છે. રીપોર્ટ પ્રમાણે, ચાર વર્ષ એટલે કે 2025 સુધીમાં ભારતમાં 70 ટકાથી વધારે પેમેન્ટ ઓનલાઈન થતુ હશે. હાલ, 25.5 અબજ ટ્રાન્જેક્શન છે તેમાં વધારો થઈ 857.7 અબજે પહોંચશે. ભારતમાં આ મોટાભાગની ચૂકવણી પેટીએમ, ફોનપે, પાઈન લેબ્સ, રેઝરપ, ભારતપે અને એપ દ્વારા થયા હતા. મહત્વનું છે કે, આ એપ્સમાં ઓનલાઈન પેમેન્ટ વખતે કેશબેક અને અન્ય વળતર અપાતા હોવાથી યુવાનો તેનો વધારે ઉપયોગ કરે છે. ત્યારે યૂકેનાં રિપોર્ટમાં આત્મનિર્ભર ભારતની નવી ઓળખ સામે આવતા ભારત ઓનલાઇન ચૂકવણીમાં બોલબાલા સાથે પ્રથમ ક્રમે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ