Not Set/ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આપ્યું રાજીનામું

ભૂતપૂર્વ મુંબઈ કમિશનર પરમબીરસિંહે ભૂતકાળમાં એક પત્ર લખીને અનિલ દેશમુખ ઉપર 100 કરોડની વસૂલાતનો આરોપ લગાવ્યો હતો. ત્યારથી, અનિલ દેશમુખ દરેકના નિશાના પર હતા

Top Stories India Trending
વ૨ 36 મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આપ્યું રાજીનામું

સીએમ ઠાકરેને રાજીનામું આપ્યું

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ભૂતપૂર્વ મુંબઈ કમિશનર પરમબીરસિંહે ભૂતકાળમાં એક પત્ર લખીને અનિલ દેશમુખ ઉપર 100 કરોડની વસૂલાતનો આરોપ લગાવ્યો હતો. ત્યારથી, અનિલ દેશમુખ દરેકના નિશાના પર હતા. સોમવારે, જ્યારે બોમ્બે હાઈકોર્ટે તેમની વિરુદ્ધ સીબીઆઈ તપાસને મંજૂરી આપી હતી, ત્યારે અનિલ દેશમુખે તેમના હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું છે.

મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે રાજીનામું આપ્યું છે. દેશમુખ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને રાજીનામું આપ્યું છે. અનિલ દેશમુખ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ક્વોટાથી ગૃહ પ્રધાન હતા. દેશમુખ રાજ્યપાલને બદલે મુખ્ય પ્રધાનને રાજીનામું આપ્યું છે.

ગાંધીનગર / સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભરાવો, સીએસ અનિલ મુકીમની કલેક્ટરો સાથે બેઠક

બોમ્બે હાઈકોર્ટે સીબીઆઈ તપાસને મંજૂરી આપી દીધી હતી. પરમબીરસિંહે આ મામલે હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. બોમ્બે હાઈકોર્ટે સોમવારે સવારે નિર્દેશ આપ્યો હતો કે સીબીઆઈએ આ આરોપોની તપાસ કરવી જોઈએ. સીબીઆઈએ આગામી પંદર દિવસમાં પ્રારંભિક અહેવાલ આપવાનો રહેશે, ત્યારબાદ અનિલ દેશમુખ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવામાં આવશે કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે.

આંદોલનની હાકલ / ગાંધીનગરને પણ ખેડૂતો ઘેરાવ કરશે: ટિકૈત

જણાવી દઈએ કે આજે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસની સુનાવણી કરતી વખતે બોમ્બે હાઈ કોર્ટે કહ્યું કે, કારણ કે અનિલ દેશમુખ ગૃહ પ્રધાન હોવાથી પોલીસ આ મામલે ઉચિત તપાસ કરી શકશે નહીં. આવા કેસમાં આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે છે.