Not Set/ PM મોદીના પ્રવાસનો વિરોધ કરનારા હિફાજતના નેતા પકડાઇ ગયા મહિલા સાથે, શેખ હસીનાએ ગણાવ્યું ઇસ્લામ પર કલંક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત મહિને 26 માર્ચે બાંગ્લાદેશનો પ્રવાસ કર્યો  ત્યારે ત્યાં હિફાજત-એ-ઇસ્લામ નામના સંગઠને હિંસક વિરોધ પ્રદર્શન કર્યું હતું.

World
bangadesh ap PM મોદીના પ્રવાસનો વિરોધ કરનારા હિફાજતના નેતા પકડાઇ ગયા મહિલા સાથે, શેખ હસીનાએ ગણાવ્યું ઇસ્લામ પર કલંક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત મહિને 26 માર્ચે બાંગ્લાદેશનો પ્રવાસ કર્યો  ત્યારે ત્યાં હિફાજત-એ-ઇસ્લામ નામના સંગઠને હિંસક વિરોધ પ્રદર્શન કર્યું હતું. બાંગ્લાદેશના ચટગાંવ અને બ્રાહ્મણબરિયામાં આ કટ્ટરપંથી સંગઠને વિરોધ પ્રદર્શન દરમિયાન સુરક્ષાદળોની કાર્યવાહીમાં અંદાજે એક ડઝન લોકોના મોત થઇ ગયા હતા. પીએમ મોદીની બાંગ્લાદેશ યાત્રા દરમિયાન અનેક દિવસો સુધી પ્રદર્શન કરનારા હિફાજત-એ-ઇસ્લામ ફરીથી સમાચારોમાં છે. આ સંગઠનના સંયુકત મહાસચિવ એક રિસોર્ટમાં મહિલા સાથે પકડાઇ ગયા બાદથી મામલાને દબાવવામાં લાગ્યા છે તો બીજી તરફ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ આવા લોકોને ઇસ્લામના નામે કલંક ગણાવ્યું છે.

bangladesh PM મોદીના પ્રવાસનો વિરોધ કરનારા હિફાજતના નેતા પકડાઇ ગયા મહિલા સાથે, શેખ હસીનાએ ગણાવ્યું ઇસ્લામ પર કલંક

કટ્ટરપંથી સંગઠન હિફાજત-એ-ઇસ્લામના સંયુક્ત મહાસચિવ મામૂનુલ હકના રિસોર્ટમાં એક મહિલાની સાથે પકડાઇ જવા પર બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ આ સંગઠનને ઇસ્લામના નામે કલંક ગણાવ્યું છે. મામૂનુલ હક જે મહિલાની સાથે પકડાઇ ગયા હતા, તેને તેમણે પોતાની બીજી પત્ની ગણાવી.

ઢાકા ટ્રિબ્યૂનના એક રિપોર્ટ અનુસાર, હકીકતમાં હિફાજત-એ-ઇસ્લામના સંયુક્ત મહાસચિવ મામૂનુલને શનિવારે બાંગ્લાદેશના સોનારગાંવના એક રિસોર્ટમાં એક મહિલાની સાથે રંગેહાથ પકડાઇ ગયા હતા. હવે તે આ કિસેમાં ઢાંકપિછોડો કરવાની દરેક શક્ય કોશિશમાં લાગી ગયા છે. મામૂનુલે રિસોર્ટમાં એન્ટ્રી દરમિયાન બ્યૂટી પાર્લરમાં કામ કરનારી મહિલાનો પરિચય બીજી પત્ની તરીકે ગણાવી હતી.

આ ઘટના સામે આવ્યા બાદ પ્રધાનમંત્રી શેખ હસીનાને કહ્યું કે હિફાજત-એ-ઇસ્લામે ઇસ્લામને શર્મસાર કર્યો છે. હું તેમના ચરિત્ર અંગે વાત નથી કરવા માંગતી. પરંતુ તમે બધાએ તમારી આંખોની સામે જોયું કે તે શનિવારે અપવિત્ર કામ કરતા પકડાઇ ગયા, જ્યારે તે હંમેશા કર્મ અને ધર્મની વાત કર્યા કરે છે.