National/ એન્કરની ધરપકડ કરવા પહોંચી છત્તીસગઢ પોલીસ, રાહુલ ગાંધી વિરુદ્ધ ચલાવ્યા હતા ફેક ન્યૂઝ

એન્કરે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. જોકે આ ફેક ન્યૂઝનો મુદ્દો છે, પરંતુ લાઈવ શો દરમિયાન એન્કરે માફી માંગી હતી. પરંતુ આ પછી પણ પોલીસની કાર્યવાહી સામે લોકોએ નારાજગી વ્યક્ત કરી છે.

Top Stories India
સભ્યપદ

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી વિશે ફેક ન્યૂઝ ચલાવવા બદલ છત્તીસગઢ પોલીસ એક ખાનગી ચેનલના એન્કરની ધરપકડ કરવા ગાઝિયાબાદ પહોંચી છે. એન્કરે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. જોકે આ ફેક ન્યૂઝનો મુદ્દો છે, પરંતુ લાઈવ શો દરમિયાન એન્કરે માફી માંગી હતી. પરંતુ આ પછી પણ પોલીસની કાર્યવાહી સામે લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. પોલીસની કાર્યવાહી પર સોશિયલ મીડિયા પર વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે.

એન્કરે ટ્વિટ કરીને માહિતી આપી
એન્કરે ટ્વીટ કરીને કહ્યું- છત્તીસગઢ પોલીસ સ્થાનિક પોલીસને જાણ કર્યા વિના મારી ધરપકડ કરવા મારા ઘરની બહાર ઉભી છે, શું આ કાયદાકીય રીતે યોગ્ય છે. અકાનરના ટ્વીટ પર ટિપ્પણી કરતા, એક યુઝરે કહ્યું – કોંગ્રેસ સરકારો જે રીતે પત્રકારોને માર્ક કરીને હેરાન કરવા માટે આવી છે તે સારૂ નથી. એન્કર અને ન્યૂઝ ચેનલે ભૂલ માટે માફી પણ માંગી હતી. કોર્ટમાં પણ માફી માંગશે. તો પછી પોલીસની ગુંડાગીરી શા માટે?

 

બિલાસપુરમાં પણ કેસ નોંધાયો
બિલાસપુરના પોલીસ અધિક્ષક પારુલ માથુરે આ મામલે જણાવ્યું કે સોમવારે સિવિલ લાઇન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મળી હતી. જેમાં ભાજપના કેટલાક પ્રતિનિધિઓ દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એક ન્યૂઝ ચેનલમાં આપેલી બાઈટને તેમના ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટ દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવી રહી હતી. આ મામલામાં આઈપીસીની કલમ 505 હેઠળ 5 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

મામલો શું છે ? 
વાસ્તવમાં, રાહુલ ગાંધી તાજેતરમાં તેમના સંસદીય ક્ષેત્ર વાયનાડના પ્રવાસે હતા. એસએફઆઈના કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જેમણે આવું કર્યું છે તેમને હું બાળક માનું છું. બાદમાં રાહુલ ગાંધીના આ નિવેદનને ઉદયપુરની ઘટના સાથે જોડીને પ્રચાર કરવામાં આવ્યો. એક ન્યૂઝ ચેનલે તેના વિશે એક શો પણ કર્યો હતો.

Accident/ પાલનપુરમાં બે ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 વ્યક્તિઓ સહિત 20 ઘેટાં-બકરાના મોત