ટ્રેન દુર્ઘટના/ આંધ્રપ્રદેશમાં બે ટ્રેન સામસામે ટકરાતા ગમખ્વાર અકસ્માત,3 ડબ્બા પાટા પરથી ઉતર્યા, 6 લોકોના મોત,મૃત્યુઆંક વધવાની સંભાવના

આંધ્રપ્રદેશના વિજિયાનગરમ પાસે એક પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે.  વિઝિયાનગરમ જિલ્લામાં મુસાફરોને લઈ જતી એક ટ્રેન અન્ય પેસેન્જર ટ્રેન સાથે અથડાઈ અને 3 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા.

Top Stories India
2 3 આંધ્રપ્રદેશમાં બે ટ્રેન સામસામે ટકરાતા ગમખ્વાર અકસ્માત,3 ડબ્બા પાટા પરથી ઉતર્યા, 6 લોકોના મોત,મૃત્યુઆંક વધવાની સંભાવના

આંધ્રપ્રદેશના વિજિયાનગરમ પાસે એક પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે.  વિઝિયાનગરમ જિલ્લામાં મુસાફરોને લઈ જતી એક ટ્રેન અન્ય પેસેન્જર ટ્રેન સાથે અથડાઈ અને 3 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. મળતી માહિતી મુજબ, વિશાખાથી રાયગડા જઈ રહેલી ટ્રેનના ડબ્બા કોઠાવલાસા (એમ) અલામંદા-કંટકાપલ્લી ખાતે પાટા પરથી ઉતરી ગયા હતા.આંધ્રપ્રદેશના વિજિયાનગરમમાં રવિવારે બે ટ્રેન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 6 મુસાફરોના મોત થયા હતા અને 25 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં મૃત્યુઆંક વધવાની આશંકા છે. 

આ અકસ્માતમાં 25 મુસાફરો ઘાયલ થયા છે. ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓ રાહત કાર્યમાં વ્યસ્ત છે. આંધ્રપ્રદેશના સીએમ વાયએસ જગન મોહન રેડ્ડીએ તાત્કાલિક રાહત પગલાં લેવા અને વિઝિયાનગરમની નજીકના જિલ્લાઓ વિશાખાપટ્ટનમ અને અનાકાપલ્લેથી શક્ય તેટલી વધુ એમ્બ્યુલન્સ મોકલવાનો આદેશ આપ્યો છે. તેમજ સારી સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં તમામ પ્રકારની વ્યવસ્થા કરવા આદેશ આપ્યો હતો. મુખ્યમંત્રીએ આરોગ્ય, પોલીસ અને મહેસૂલ સહિતના અન્ય સરકારી વિભાગોને ઘાયલોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવા આદેશો જારી કર્યા.