મોટા સમાચાર/ નરોડા ગામ હત્યાકાંડ કેસમાં કોર્ટનો મોટો નિર્ણય, પૂર્વ મંત્રી માયા કોડવાની સહિત તમામ આરોપીઓને નિર્દોષ જાહેર; જય શ્રી રામના નારા

નરોડા ગામ હત્યાકાંડમાં સ્પેશિયલ કોર્ટ દ્વારા આજે ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં ભાજપના પૂર્વ મંત્રી માયા કોડનાની, બાબુ બજરંગી, જયદીપ પટેલ સહિત તમામ 69 આરોપીઓને….

Top Stories Ahmedabad Gujarat
નરોડા ગામ હત્યાકાંડમાં

વર્ષ 2002ના ગોધરા હત્યાકાંડ બાદ ગુજરાતમાં ફેલાયેલા રમખાણો દરમિયાન નરોડા ગામ કેસમાં અમદાવાદની સ્પેશિયલ કોર્ટ આજે એટલે કે 20 એપ્રિલે મહત્વનો ચુકાદો આપ્યો છે અને તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કાર્ય છે.

મહત્વનું છે કે, ગોધરામાં સાબરમતી એક્સપ્રેસનો S6 ડબ્બો સળગાવવાની ઘટના બાદ રાજ્યમાં રમખાણ ફાટી નીકળ્ય હતા, 21 વર્ષ પહેલા બનેલી નરોડા ગામની ઘટનામાં 11 લોકોને જીવતા સળગાવી મારવામાં આવ્યા હતા. આ કેસમાં વર્ષ 2008માં સુપ્રીમ કોર્ટ દ્વારા તપાસ માટે SITની રચનાનો આદેશ આપવામાં આવ્યો હતો.

આ કેસમાં ગુજરાતના પૂર્વ મંત્રી, ભાજપના નેતા માયા કોડનાની અને બજરંગ દળના નેતા બાબુ બજરંગી સહિત 86 આરોપીઓ પર લઘુમતી સમુદાયના 11 સભ્યોની હત્યામાં સંડોવણીનો આરોપ છે.જો કે આ કેસમાં 86 આરોપી હતા, જેમાંથી 18ના મોત થયા છે. SIT કેસ માટે વિશેષ ન્યાયાધીશ એસકે બક્ષીની કોર્ટ આજે એટલે કે 20 એપ્રિલે બાકીના 68 આરોપીઓ વિરુદ્ધ ચુકાદો સંભળાવ્યો છે.

અમદાવાદમાં નરોડા ગામમાં પણ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નરોડા પોલીસ સ્ટેશનના 70 જેટલા પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ગોધરાકાંડ બાદ વર્ષ 2002નાં રમખાણોમાં નરોડા ગામ હત્યાકાંડ મામલે સુપ્રીમ કોર્ટ રચિત ખાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કોર્ટમાં કેસની અંતિમ દલીલો પૂર્ણ થઈ ચૂકી છે. નરોડા ગામ હત્યાકાંડ કેસમાં પોલીસે જે-તે સમયે 70થી વધુ લોકોની ધરપકડ કરી હતી. એમાં પૂર્વ મંત્રી માયા કોડાનાની સહિત 69 આરોપી સામે સ્પેશિયલ કોર્ટ આજે ચુકાદો સંભળાવ્યો છે.

આ કેસમાં 26 ઓગસ્ટ, 2008ના રોજ સુપ્રીમ કોર્ટના નિર્દેશથી સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ(SIT)ને તપાસ સોંપાઈ હતી. આ કેસમાં કુલ 58 સાક્ષીઓએ બચાવ પક્ષે જુબાની આપી હતી. જ્યારે કે 187 સાક્ષીઓની ફરિયાદી પક્ષે જુબાની લેવાઈ હતી. કોર્ટમાં ટ્રાયલ શરૂ થયાના લગભગ 14 વર્ષ સુધી ચાલેલા આ કેસમાં 6 જજોએ સતત મામલાની સુનાવણી કરી.

વર્ષ 2009માં કોર્ટમાં આ કેસની ટ્રાયલ શરૂ થઈ હતી. તેમાં તપાસ અધિકારીઓ અને સાક્ષીઓના નિવેદનો નોંધાયા બાદ 2017થી બંને પક્ષ તરફથી દલીલો શરૂ કરવામાં આવતી હતી. આ કેસ પર બંને પક્ષ તરફથી દલીલો 5 એપ્રિલના રોજ પૂર્ણ થઈ હતી. સમગ્ર ટ્રાયલ દરમિયાન ફરિયાદ પક્ષે 187 સાક્ષીઓ રજૂ કર્યા હતા, જેમાં 113 જેટલા પીડિતો અને તેમના સંબંધીઓ, 24 પંચ સાક્ષીઓ, 26 પોલીસકર્મીઓ અને 12 જેટલા ડોક્ટર્સનો સમાવેશ થાય છે. કોલ ડિટેઈલ્સ તથા સ્ટિંગ ઓપરેશનને પણ ફરિયાદી પક્ષે કોર્ટમાં રજૂ કરી આધાર બનાવ્યા હતા. બીજી તરફ બચાવ પક્ષે પણ 60 જેટલા સાક્ષીઓ રજૂ કર્યા હતા.

23 સપ્ટેમ્બર, 2013ના રોજ તપાસ અધિકારી પ્રવિણ મલની જુબાની શરૂ કરવામાં આવી હતી. જેમની ઉલટ તપાસ આશરે બે વર્ષ સુધી ચાલી હતી. આ પછી SITના સ્પેશિયલ જજ પી.બી. દેસાઈની કોર્ટમાં અંતિમ દલીલો ચાલી હતી. તેઓ વય મર્યાદાને લીધે નિવૃત્ત થતા એમ. કે. દવેની સમક્ષ નવેસરથી દલીલો ચાલુ કરવામાં આવી હતી. જેમની પણ પોણા ત્રણ વર્ષ પહેલાં બદલી થતાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ અને નરોડા ગામ રમખાણ કેસમાં વિશેષ અદાલતના જજ એવા સુભદા બક્ષી સમક્ષ દલીલો ચાલતી હતી. જે ગત 5 એપ્રિલના રોજ પૂર્ણ થઇ હતી.

આ પણ વાંચો:સરકારી ભરતી પરીક્ષામાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, 11 વર્ષથી ચાલતું હતું કૌભાંડ; 36 લોકો સામે નોંધાઈ ફરિયાદ

આ પણ વાંચો:ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મહિધરપુરા હીરા બજારની મુલાકાતે, વેપારીઓ સાથે ચાની ચૂસકી પણ માની

આ પણ વાંચો:બોટાદમાં કરાઇ નેશનલ ફાયર સર્વિસ દિવસની ઉજવણી, શહીદ થયેલા જવાનોને અપાઈ શ્રદ્ધાંજલિ

આ પણ વાંચો:રાજકોટની મારવાડી યુનિ.માંથી ઝડપાયું ગાંજાનું વાવેતર, મીડિયાને જોતા કર્યું આવું…

આ પણ વાંચો:2 વર્ષની સજા પર રાહુલ ગાંધીને કોઈ રાહત નથી, 5 કલાકથી વધુ ચાલી દલીલો; જાણો કોણે શું કહ્યું?