Not Set/ મહિલા બુટલેગરના ઘરમાંથી જુદીજુદી બ્રાંડની વિદેશી દારૂની બોટલો મળી આવી

ભાવનગર, ભાવનગર શહેરના બોરતળાવ પોલીસે બાતમની આધારે ચિત્રા વિસ્તારમાં એક મહિલા બુટલેગરના ધરે રેડ પાડી હતી. વિદેશી દારૂની જુદીજુદી બ્રાંડની ૧૦૭ બોટલ અને બીયર નંગ ૪૬ સાથે એક ઇસમને આરોપી દિગ્વિજયસિંહ ગોહિલને ઝડપી લીધો હતો. તેમજ બોરતળાવ પોલીસ મથકના પીઆઈ રાવલે જણાવ્યું હતું કે આ રેડ દરમિયાન મહિલા બુટલેગર નૈનાબેન તથા અબ્દુલભાઈ તેમજ રાહુલ નામના […]

Gujarat Others Videos
mantavya 165 મહિલા બુટલેગરના ઘરમાંથી જુદીજુદી બ્રાંડની વિદેશી દારૂની બોટલો મળી આવી

ભાવનગર,

ભાવનગર શહેરના બોરતળાવ પોલીસે બાતમની આધારે ચિત્રા વિસ્તારમાં એક મહિલા બુટલેગરના ધરે રેડ પાડી હતી. વિદેશી દારૂની જુદીજુદી બ્રાંડની ૧૦૭ બોટલ અને બીયર નંગ ૪૬ સાથે એક ઇસમને આરોપી દિગ્વિજયસિંહ ગોહિલને ઝડપી લીધો હતો.

તેમજ બોરતળાવ પોલીસ મથકના પીઆઈ રાવલે જણાવ્યું હતું કે આ રેડ દરમિયાન મહિલા બુટલેગર નૈનાબેન તથા અબ્દુલભાઈ તેમજ રાહુલ નામના ત્રણ આરોપીઓ નાસી છુટ્યા હતા.

જે ત્રણેયને ઝડપી પાડવા પીલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને ઝડપાયેલા આરોપી અને નાસી ગયેલા આરોપીઓ વિરુધ પ્રોહી અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.