Not Set/ ભારત સામેની વન-ડે અને ટી-૨૦ શ્રેણી માટે કેરેબિયન ટીમનું કરાયું એલાન, આ દિગ્ગજ પ્લેયર રહેશે બહાર

સેન્ટ જોન્સ, ભારત અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ વચ્ચે આગામી ૨૧ ઓક્ટોબરથી રમાનારી પાંચ વન-ડે મેચ અને ત્રણ ટી-૨૦ મેચની શ્રેણી માટે કેરેબિયન ટીમનું એલાન કરવામાં આવ્યું છે. વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી ટીમમાં સ્ફોટક ઓપનર બેટ્સમેન ક્રિસ ગેલનું નામ બહાર રાખવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, ક્રિસ ગેલ અંગત કારણોસર વન-ડે અનેર […]

Trending Sports
West Indies Team AP 1 ભારત સામેની વન-ડે અને ટી-૨૦ શ્રેણી માટે કેરેબિયન ટીમનું કરાયું એલાન, આ દિગ્ગજ પ્લેયર રહેશે બહાર

સેન્ટ જોન્સ,

ભારત અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ વચ્ચે આગામી ૨૧ ઓક્ટોબરથી રમાનારી પાંચ વન-ડે મેચ અને ત્રણ ટી-૨૦ મેચની શ્રેણી માટે કેરેબિયન ટીમનું એલાન કરવામાં આવ્યું છે.

વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી ટીમમાં સ્ફોટક ઓપનર બેટ્સમેન ક્રિસ ગેલનું નામ બહાર રાખવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, ક્રિસ ગેલ અંગત કારણોસર વન-ડે અનેર ટી-૨૦ શ્રેણીથી બહાર રહેશે.

15GayleContract ભારત સામેની વન-ડે અને ટી-૨૦ શ્રેણી માટે કેરેબિયન ટીમનું કરાયું એલાન, આ દિગ્ગજ પ્લેયર રહેશે બહાર
sports-india-west-indies-chris-gayle-out-of-odi-and-t20i-series-team-announce

જો કે ક્રિસ ગેલના બહાર થયા બાદ કેરેબિયન ટીમમાં ૩ નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ ત્રણ નવા ખેલાડીઓમાં ઓપનર બેટ્સમેન ચંદ્રપોલ હેમરાજ, ફેબિયન એલેન અને ઝડપી બોલર ઓશાને થોમસને સ્થાન આપવામાં આવ્યું છે.

વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડની સિલેકશન કમિટીના અધ્યક્ષ કર્ટની બ્રાઉને કહ્યું હતું કે, “ક્રિસ ગેલ ભારત અને બાંગ્લાદેશ પ્રવાસમાં ટીમ તરફથી રમશે નહિ. તેઓ ટીમમાં પસંદગી માટે ઉપલબ્ધ નથી, પરંતુ તેઓ ઈંગ્લેંડ ટીમના વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ અને ૨૦૧૯માં રમનારા વર્લ્ડકપ માટે ઉપલબ્ધ રહેશે.

post image 459ec3c ભારત સામેની વન-ડે અને ટી-૨૦ શ્રેણી માટે કેરેબિયન ટીમનું કરાયું એલાન, આ દિગ્ગજ પ્લેયર રહેશે બહાર
sports-india-west-indies-chris-gayle-out-of-odi-and-t20i-series-team-announce

બીજી બાજુ વેસ્ટ ઇન્ડીઝ ટીમમાં ૨૦-૨૦ ક્રિકેટના અનુભવી ખેલાડી કાયરોન પોલાર્ડ, ડેરેન બ્રાવો અને આન્દ્રે રસેલનું ટીમમાં પુનરાગમન થયું છે.

gettyimages 170106729 1516963764 ભારત સામેની વન-ડે અને ટી-૨૦ શ્રેણી માટે કેરેબિયન ટીમનું કરાયું એલાન, આ દિગ્ગજ પ્લેયર રહેશે બહાર
sports-india-west-indies-chris-gayle-out-of-odi-and-t20i-series-team-announce

જયારે ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી ડ્વેન બ્રાવો અને સ્પિન બોલર સુનિલ નરેનને સ્થાન આપવામાં આવ્યું નથી.

વન – ડે ટીમ :

જેસન હોલ્ડર (કેપ્ટન), ફેબિયન એલેન, સુનિલ અંબરીશ, દેવેન્દ્ર બિશુ, ચંદ્રપૉલ હેમરાઝ, શિમરોન હેટમેયર, શાઇ હોપ, અલજારી જોસેફ, એવિન લુઈસ, એશ્લે નર્સ, કીમો પાલ, રોવમેન પોવેલ, કેમાર રોચ, મર્લોન સેમ્યુઅલ્સ, ઓશાને થોમસ

ટી-૨૦ ટીમ :

કાર્લોસ બ્રેથવેટ (કેપ્ટન), ફેબિયન એલેન, ડેરેન બ્રાવો, શિમરોન હેટમેયર, એવિન લુઈસ, ઓબેડ મૅકાય, એશ્લે નર્સ, કીમો પાલ, રોવમેન પોવેલ, ખારી પીઅરે, કેરોન પોલાર્ડ, દિનેશ રામદિન, આન્દ્રે રસેલ, શેરફાન રદરફોર્ડ, ઓશાને થોમસ.