Not Set/ હાર્દિક પંડ્યાના ભારતના ઓલરાઉન્ડર હોવા અંગે વેસ્ટ ઇન્ડીઝના આ મહાન બોલરે ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હી, ઈંગ્લેંડમાં રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચમાં ભારતીય ટીમનો પરાજય થઇ ચુક્યો છે. આ બંને ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા બેટ અને બોલ દ્વારા શાનદાર પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે, ત્યારે હવે વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ મહાન બોલર માઈકલ હોલ્ડિંગે હાર્દિક પંડ્યાના ટેસ્ટ ઓલરાઉન્ડર અંગે સવાલો ઉઠાવ્યા છે. માઈકલ હોલ્ડિંગનું […]

Trending Sports
Hardik Michael d હાર્દિક પંડ્યાના ભારતના ઓલરાઉન્ડર હોવા અંગે વેસ્ટ ઇન્ડીઝના આ મહાન બોલરે ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હી,

ઈંગ્લેંડમાં રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચમાં ભારતીય ટીમનો પરાજય થઇ ચુક્યો છે. આ બંને ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા બેટ અને બોલ દ્વારા શાનદાર પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે, ત્યારે હવે વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ મહાન બોલર માઈકલ હોલ્ડિંગે હાર્દિક પંડ્યાના ટેસ્ટ ઓલરાઉન્ડર અંગે સવાલો ઉઠાવ્યા છે.

માઈકલ હોલ્ડિંગનું માનવું છે કે, “હાર્દિક પંડ્યા અત્યારસુધીમાં અત્યારસુધીમાં એ પ્રકારનો ઓલરાઉન્ડર નથી બની શક્યો જે ભારતને જોઈએ છે, કારણ કે તે બોલરના રૂપમાં પ્રભાવહીન છે અને બેટ દ્વારા પણ પર્યાપ્ત રન બનાવી શકતો નથી”.

cricket eng ind ba481264 a155 11e8 8fb2 666c968f5d36 હાર્દિક પંડ્યાના ભારતના ઓલરાઉન્ડર હોવા અંગે વેસ્ટ ઇન્ડીઝના આ મહાન બોલરે ઉઠાવ્યા સવાલ

ક્રિકઇન્ફોના જણાવ્યા અનુસાર હોલ્ડિંગે કહ્યું, “ભારતીય બોલરોના આક્રમણમાં યોગ્ય સંતુલન નથી. સંભવિત પંડ્યાને ભારતીય ટીમમાં ઓલરાઉન્ડરના રૂપમાં રમાડી રહ્યા છે, જેથી જે બોલિંગમાં મદદરૂપ થઇ શકે, પરંતુ તે જયારે બોલિંગ કરે છે ત્યારે જરૂરી પ્રભાવ દાખવી શકતો નથી”.

તેઓએ જણાવ્યું, “જયારે તે એક સારો બેટ્સમેન છે, ત્યારે તે જે નંબર પર બેટિંગ કરે છે તો ૬૦-૭૦ રન બનાવી રહ્યો હોત, નિયમિત સદી ફટકારી શકે નહિ, બે અથવા ત્રણ વિકેટ હાંસલ કરતા તે શાનદાર પ્રદર્શન કહેવાત”.

images હાર્દિક પંડ્યાના ભારતના ઓલરાઉન્ડર હોવા અંગે વેસ્ટ ઇન્ડીઝના આ મહાન બોલરે ઉઠાવ્યા સવાલ

વેસ્ટ ઇન્ડીઝના મહાન બોલરે ઉમેર્યું હતું કે, “પંડ્યા પાસે ખુબ ટેલેન્ટ છે. પરંતુ મને નથી લાગતું કે તે બોલ દ્વારા કઈ પણ કરી શકતા હોય. તેઓના પ્રદર્શનમાં નિરંતરતા નથી કે નિયંત્રણ પણ નથી, કે જે બેટ્સમેનને સતત દબાણમાં લાવી શકે”.

મહત્વનું છે કે, હાર્દિક પંડ્યાએ અત્યારસુધીમાં રમેલી ૯ ટેસ્ટમાં ૧૦ વિકેટ ઝડપી છે જયારે ૧ સદી સાથે ૪૫૮ રન બનાવ્યા છે.