Not Set/ અમદાવાદ/ BRTS મુદ્દે મોડે મોડે જાગ્યું તંત્ર, બસ ઓપરેટરો પર હવે તંત્રની તવાઇ

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા પત્રકાર પરિષદ યોજી, BRTS મુદ્દે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહેલા મહત્વનાં નિર્ણયો અને ફેરફારની જાણકારી આપવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા BRTS રુટ પર અને BRTS દ્વારા થાતા અકસ્માતો અટકાવવા મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, જે.આર.મુથલીયા ટ્રાફિક જે.સી.પી સહિત પરિષદમાં કોર્પોરેશન અને ટ્રાફિકનાં ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા […]

Ahmedabad Gujarat
brts 1 અમદાવાદ/ BRTS મુદ્દે મોડે મોડે જાગ્યું તંત્ર, બસ ઓપરેટરો પર હવે તંત્રની તવાઇ

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા પત્રકાર પરિષદ યોજી, BRTS મુદ્દે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહેલા મહત્વનાં નિર્ણયો અને ફેરફારની જાણકારી આપવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા BRTS રુટ પર અને BRTS દ્વારા થાતા અકસ્માતો અટકાવવા મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, જે.આર.મુથલીયા ટ્રાફિક જે.સી.પી સહિત પરિષદમાં કોર્પોરેશન અને ટ્રાફિકનાં ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કોર્પોરેશને આ મામલે 5 મહત્વના નિર્ણય લીધા છે. BRTS બસોની ઓવર સ્પીડને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. BRTS બસમાં જો ઓવરસ્પીડ સામે આવશે તો ઓપરેટરને દંડ ભરવો પડશે, ઓવરસ્પીડ જણાતા 1 લાખનો દંડ થશે.

હવે જો BRTS એક્સીડેન્ટ સર્જશે તો પણ લાખોનો દંડ લેવાશે. આપને જણાવી દઇએ કે, આ વર્ષે 319 બસ એક્સીડેન્ટ થયા છે. BRTS ટ્રેકમાં જો, સામાન્ય પ્રજા જશે, તો પ્રજા પણ સામે ભારે પગલાં લેવશે. જેથી 50 ટકા એક્સીડેન્ટઓ અટકાવી શકાય તેવો અંંદાજ છે.  44 જેટલાં BRST ટ્રેક પર બૂમ બાઇડર લગાવશે. BRTS કોરિડોરમાં હવેથી ફક્ત બસોને જ જવા દેવામાં આવશે. આ નિયમનું ઉલ્લંઘન કરનાર પણ ભારે દંડ સાથે દંડાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.