Not Set/ રંગેહાથ પકડાયા બાદ પત્નીના ખૌફથી પ્રેમિકા સાથે કર્યો પતિએ આપઘાત

સુરત સુરતના અલથાણામાં આવેલા બગીચામાં પત્ની તેના પતિને પ્રેમિકા સાથે જોઇ ગઇ હતી. જેની જાણ પતિને થતા પતિએ પ્રેમિકા સાથે ઝેરી દવા ગટગટાવી હતી. ઝેરી દવા ગટગટાવતા બન્નેને સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં બન્નેના મોત નિપજ્યા હતા. આ સમગ્ર મામલે સ્થાનિકો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે સુરતના લાલ દરવાજા વિસ્તારમાં રહેતા દિપેશ સોલંકી […]

Gujarat Surat
surat 6 રંગેહાથ પકડાયા બાદ પત્નીના ખૌફથી પ્રેમિકા સાથે કર્યો પતિએ આપઘાત

સુરત

સુરતના અલથાણામાં આવેલા બગીચામાં પત્ની તેના પતિને પ્રેમિકા સાથે જોઇ ગઇ હતી. જેની જાણ પતિને થતા પતિએ પ્રેમિકા સાથે ઝેરી દવા ગટગટાવી હતી. ઝેરી દવા ગટગટાવતા બન્નેને સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં બન્નેના મોત નિપજ્યા હતા.

આ સમગ્ર મામલે સ્થાનિકો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે સુરતના લાલ દરવાજા વિસ્તારમાં રહેતા દિપેશ સોલંકી નામના શખ્સને તેજલ નામની યુવતી સાથે પ્રેમ હતો. બન્નેને પ્રેમફાગ ખેલતા દિપેશની પત્નિએ જોઇ લીધા બાદ બન્ને વચ્ચે અવાર નવાર ઝગડો થતો હતો.

દિપેશે તેજલને છોડી દેશે તેવુ જણાવ્યા હતુ. પરંતુ ફરી વખત બગીચામાં બન્નેને મળતા જોઇ લેતા દિપેશ અને તેજલે ઝેરી દવા ગટગટાવી લીઘી હતી. બન્નેને ગંભીર હાલતમાં સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. હોસ્પિટલમાં તેજલનુ મોત થયુ હતુ. થોડા સમય બાદ દિપેશનુ પણ મોત થયુ હતુ.