Not Set/ માર્ચ ૨૦૧૮ ક્વાટરમાં એસબીઆઈ ને ૭૭૧૮ કરોડ રૂપિયાનું નુકસાન

  દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાને છેલ્લા ક્વાટરમાં કુલ ૭૭૧૮ કરોડ રૂપિયાનું શુદ્ધ નુકસાન થયું છે. એસબીઆઈ એ આજ પોતાનું ત્રિમાસિક પરિણામ જાહેર કર્યું છે. તેમના પ્રમાણે, બેન્કની નોન-પરફોર્મિંગ એસેટ્સ (એનપીએ) પણ નાણાંકીય  વર્ષ ૨૦૧૬-૧૭ ના ૧,૭૭,૮૬૬ કરોડ રૂપિયા અને ૯.૧૧ ટકાથી વધીને નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ માં ૨,૨૩,૪૨૭ કરોડ રૂપિયા અને […]

India Business
SBI માર્ચ ૨૦૧૮ ક્વાટરમાં એસબીઆઈ ને ૭૭૧૮ કરોડ રૂપિયાનું નુકસાન

 

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાને છેલ્લા ક્વાટરમાં કુલ ૭૭૧૮ કરોડ રૂપિયાનું શુદ્ધ નુકસાન થયું છે. એસબીઆઈ એ આજ પોતાનું ત્રિમાસિક પરિણામ જાહેર કર્યું છે. તેમના પ્રમાણે, બેન્કની નોન-પરફોર્મિંગ એસેટ્સ (એનપીએ) પણ નાણાંકીય  વર્ષ ૨૦૧૬-૧૭ ના ૧,૭૭,૮૬૬ કરોડ રૂપિયા અને ૯.૧૧ ટકાથી વધીને નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ માં ૨,૨૩,૪૨૭ કરોડ રૂપિયા અને ૧૦.૯૧ ટકા થઈ ગયા છે.

ફસાયેલા કર્જા વચ્ચે એસબીઆઈ ને ગત નાણાંકીય વર્ષમાં ૬૬,૦૫૮ કરોડ રૂપિયાની પ્રોવિઝનિંગ કરાવી પડી હતી. તેને વિત્ત વર્ષ ૨૦૧૬-૧૭ માં ૬૧,૨૬૬ કરોડ રૂપિયાનું જોગવાઈ કરાવી પડી હતી.

એસબીઆઈ એ માર્ચ ૨૦૧૮ ક્વાટરમાં થયેલી ખોટની ત્રણ મુખ્ય બાબતો જણાવી હતી.

તેમના પ્રમાણે, ટ્રેડીંગમાં ઓછી આવક અને બોન્ડ ઇલ્ડ્સ વધવાનાં કારણેથી માર્કેટ ટુ માર્કેટમાં મોટી ખોટે તેને શુદ્દ ખોટ તરફ ધકેલી છે. બેન્કે જણાવ્યું છે કે આ કવાટરમાં એનપીએ વધવાના કારણે પ્રોવિઝનિંગ પણ વધારવી પડી છે. સાથે જ, વેતન અને ગ્રેચ્યુઇટી મર્યાદામાં વધારાને આ જોગવાઈઓ વધુ કરવાની જરૂર છે. બેન્કે જણાવ્યું છે કે ગત વર્ષેની ચોથા ક્વાટરમાં વ્યાજથી થનાર કમાણી ૫.૧૮ ટકાથી ઘટીને ૧૯,૯૭૪ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. જે વિત્ત વર્ષ ૨૦૧૬-૧૭ ના સમાન સમયમાં ૨૧,૦૫૬ કરોડ રૂપિયા હતી.

બેંકના જણાવ્યા અનુસાર, તેમને વિભિન્ન શુલ્કોથી કમાઈ નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭ ની ચોથા ક્વાટરમાં ૮,૪૩૦ કરોડ રૂપિયા થઇ હતી. વાર્ષિક આધાર પર આ ૧૩.૪૦ ટકાની વૃદ્ધિ થઇ છે.

બેન્કે જણાવ્યું છે કે તેમને રાઈટ ઓફ કરેલી લોનમાંથી તેમણે ૨૧.૧૮ ટકાની રીકવરી થઇ છે. વિત્ત વર્ષ ૨૦૧૭ માં ૫૯,૪૬૧ કરોડ રૂપિયા પ્રમાણે ગત વિત્ત વર્ષમાં ૦.૦૮ ટકાની વૃદ્ધિ સાથે તેને ૫૯,૫૧૧ કરોડ રૂપિયાની ઓપરેટીંગ પ્રોફિટ રહી છે.