Not Set/ ૭૦ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ક્રુડ ઓઈલની કિંમત, મોઘવારી વધવાના અણસાર

દિલ્લી, દેશભરમાં પહેલેથી મોઘવારીનો માર ઝીલી રહેલી સામાન્ય જનતા માટે આગામી સમય પણ કપરો બની રહેવાની સંભાવના છે. ભારત દ્વારા આયાત કરવામાં ક્રુડ ઓઈલની કિંમત નવેમ્બર, ૨૦૧૪ બાદ પહેલીવાર ૭૦ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ચુકી છે. ક્રુડ ઓઈલમાં થયેલા વધારા બાદ હવે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની સંભાવના છે ત્યારે અગામી દિવસોમાં […]

Business
sdggggfgg ૭૦ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ક્રુડ ઓઈલની કિંમત, મોઘવારી વધવાના અણસાર

દિલ્લી,

દેશભરમાં પહેલેથી મોઘવારીનો માર ઝીલી રહેલી સામાન્ય જનતા માટે આગામી સમય પણ કપરો બની રહેવાની સંભાવના છે. ભારત દ્વારા આયાત કરવામાં ક્રુડ ઓઈલની કિંમત નવેમ્બર, ૨૦૧૪ બાદ પહેલીવાર ૭૦ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ચુકી છે.

ક્રુડ ઓઈલમાં થયેલા વધારા બાદ હવે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની સંભાવના છે ત્યારે અગામી દિવસોમાં મોઘવારી વધવાના અણસાર જોવા મળી રહ્યા છે.

આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, અમેરિકા વધુ એકવાર મિડલ ઇસ્ટના દેશોમાં ક્રુડ ઓઈલનું પ્રોડ્યુસર ઈરાન પર પ્રતિબંધ લાદી શકે છે.

ક્રુડ ઓઈલની કિંમત ૭૦ ડોલર પ્રતિ બેરલ પહોચવા પાછળ જાણકારોનું કહેવું છે કે, “ઈરાન અને અમેરિકા વચ્ચેના તનાવ વધવાના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં વધારો થયો છે.

જો અમેરિકા ઈરાન પર પ્રતિબંધ લગાવે છે તો ક્રુડ ઓઈલની આયાત કરવામાં પણ મુશ્કેલી થશે તેમજ આ સમયે તેલની સપ્લાઈ ઓછી થવાના કારણે કિંમતમાં પણ વધારો થઇ શકે છે. આ ઉપરાંત ઇકોનોમિક સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, ક્રુડ ઓઈલની કિંમતમાં ૨૦૧૯માં ૧૨ ટકા સુધી વધી શકે છે.

બીજી બાજુ, ક્રુડ ઓઈલના સૌથી મોટા ઉત્પાદક દેશ વેનેઝુએલામાં પણ આર્થિક સંકટ આવવાના કારણે પ્રોડક્શનમાં પણ ઘટાડો થયો છે.

ક્રુડ ઓઈલમાં કિંમત વધવાના કારણે તેની અસર દેશની અર્થવ્યવસ્થા પર પણ પડી શકે છે. આ કારણે દેશની GDPમાં ઘટાડો આવી શકે છે જયારે મોઘવારી પણ વધશે.

મહત્વનું છે કે, માર્ચ મહિનામાં મોઘવારીનો દર ૪.૨૮ ટકા હતી. જયારે RBIના અનુમાન મુજબ વર્ષ ૨૦૧૮-૧૯માં મોઘવારીનો દર ૫ ટકાની ઉપર નીકળી શકે છે.