Alert!/ બેંકમાં ચેક વટાવતી વખતે ચેતજો…નહિતર દંડાશો

હવે શનિવારે જારી કરાયેલ ચેક રવિવારે પણ ક્લિયર થઈ શકે છે. એટલે કે, ચેકના ક્લિયરન્સ માટે તમારે તમારા ખાતામાં હંમેશા બેલેન્સ રાખવું પડશે, નહીંતર જો તમારો ચેક બાઉન્સ થશે તો દંડ થઈ શકે છે.

Trending Business
check બેંકમાં ચેક વટાવતી વખતે ચેતજો...નહિતર દંડાશો

જો તમે પણ ચેક દ્વારા ચુકવણી કરો છો, તો તમારા માટે મહત્વના સમાચાર છે. હવે કોઈપણ વ્યક્તિ કે સંસ્થાને ચેક આપતા પહેલા સાવચેત રહો. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 1 ઓગસ્ટથી બેંકિંગ નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. આથી તમારા માટે બેંકના આ નવા નિયમને જાણવું ખૂબ જ જરૂરી છે. RBI એ નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (NACH) ને 24 કલાક કાર્યરત રાખવાનો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત હવે આ નિયમ તમામ રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકોમાં પણ લાગુ પડશે.

ચેક આપતા પહેલા સાવચેત રહો

આ નવા નિયમ હેઠળ, હવે તમારો ચેક રજાના દિવસે પણ ક્લિયર થઈ જશે. પરંતુ આવી સ્થિતિમાં હવે તમારે પણ સાવધ રહેવાની જરૂર છે. આ કારણ છે કે હવે શનિવારે જારી કરાયેલ ચેક રવિવારે પણ ક્લિયર થઈ શકે છે. એટલે કે, ચેકના ક્લિયરન્સ માટે તમારે તમારા ખાતામાં હંમેશા બેલેન્સ રાખવું પડશે, નહીંતર જો તમારો ચેક બાઉન્સ થશે તો દંડ થઈ શકે છે. અગાઉ, ચેક આપતી વખતે, તે રજા પછી જ  ક્લિયર થતો. પરંતુ હવે તેને રજાના દિવસે પણ ક્લિયર કરી શકાય છે.

પગાર, પેન્શન, EMI ચુકવણી હવે સપ્તાહના અંતે પણ

તમને જણાવી દઈએ કે NACH બલ્ક પેમેન્ટ સિસ્ટમ છે જે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા સંચાલિત છે. જે ડિવિડન્ડ, વ્યાજ, પગાર અને પેન્શન જેવા વિવિધ પ્રકારના ક્રેડિટ ટ્રાન્સફરની સુવિધા આપે છે. આ સિવાય વીજળી બિલ, ગેસ, ટેલિફોન, પાણી, લોન EMI, મ્યુચ્યુઅલ ફંડ રોકાણ અને વીમા પ્રીમિયમ ચુકવણીની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. મતલબ કે હવે તમારે આ બધી સુવિધાઓ મેળવવા માટે સોમવારથી શુક્રવાર એટલે કે અઠવાડિયાના દિવસોની રાહ જોવી પડશે નહીં, આ કામ વીકેન્ડમાં પણ કરવામાં આવશે.

sago str 1 બેંકમાં ચેક વટાવતી વખતે ચેતજો...નહિતર દંડાશો