મુંબઈ
બોલીવુડ અભિનેત્રી તનુશ્રી દત્તાએ દિગ્ગજ અભિનેતા નાના પાટેકર પર જાતિય સતામણીનો આરોપ લગાવતા સૌ કોઈ ચોંકી ગયા છે. ઘણા બોલીવુડ કલાકારો તનુશ્રી દત્તાનાં સપોર્ટમાં પણ આવ્યા છે. આ મામલે નાના પાટેકરે તનુશ્રીને કઈક આવો જવાબ આપ્યો છે.
નાના પાટેકરે કહ્યું છે કે આ તમારા પર નિર્ભર કરે છે તમે કઇ વાત પર વિશ્વાસ કરવા ઇચ્છો છો. શું તમને સાચેમાં લાગે છે કે હું એટલો ખરાબ માણસ છું? શું લોકો મારા વિશે કંઇપણ નથી જાણતા?
વધુમાં ઉમેર્યું હતું કે હું ફિલ્મોમાં વધારે નાચતો નથી તો હું કોઇને અશ્લિલ સ્ટેપ રાખવા શા માટે કહીશ? આવી પરિસ્થિતિમાં યા તો હું બધા આરોપોને ફગાવી શકું છું કે તે જૂઠ બોલી રહી છે, અથવા મારી ઇમેજ ખરાબ કરવા પર હું તેને કૉર્ટમાં ઢસડી શકું છું. આ સિવાય હું શું કરી શકું છું?
પરંતુ હું પરત આવીને બધી વાતો કરીશ અને મને આશા છે કે હું આવું નહિ ત્યાં સુધી લોકો કોઇ નિર્ણય પર નહી પહોંચે.”
તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર ગંભીર આરોપ લગાવ્યા છે તેવામાં ઘણી બોલીવુડની સેલીબ્રીટીઓએ તેને સાથ આપ્યો છે. પહેલા આ વિવાદમાં અમિતાભ, આમીર ખાન અને સલમાન ખાન પણ તેમનું નિવેદન આપી ચુક્યા છે.
હાલમાં સ્વરા ભાસ્કર, રીચા ચડ્ડા અને ફરહાન અખ્તરે પણ તનુશ્રીને સાથ આપ્યો છે.
તમને જણાવી દઈએ કે બોલિવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તાએ જાણીતા અભિનેતા નાના પાટેકર સામે ગંભીર આરોપો લગાવ્યો છે. એક ઈન્ટરવ્યુમાં નાના પાટેકરને લઈને ચોકાનારા ખુલાસો કર્યા અને કહ્યું કે ઇન્ડસ્ટ્રીમાં દરેકને ખબર છે કે મહિલાઓ પ્રત્યે નાના પાટેકરનું વર્તન સારૂ નથી.નાના શૂટિંગ સેટ પર હીરોઇનોને મારે પણ છે. તનુશ્રીએ હેશટેગ #Metoo દ્રારા ચાલી રહેલી કેમ્પેઇનમાં પોતાની આપવીતી જણાવી હતી.
10 વર્ષ જૂના કિસ્સાનો ઉલ્લેખ કરીને તનુશ્રીએ 2008માં ફિલ્મના શૂટિંગ દરમિયાન તેની સાથે જોર જબરદસ્તીનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે.
Zoom ટીવી સાથે વાતચીતમાં તનુશ્રીએ જણાવ્યું હતું કે નાના પાટેકર સેટ પર મારી સાથે સિક્વેંસ કરવાનું ઇચ્છતા હતા. તેણે મારો હાથ પકડ્યો અને મને ધક્કો માર્યો. આ સીનનો ભાગ નહોતો, પરંતુ તેમ છતાં પણ તેણે આ બધું કર્યું.