Not Set/ કોણ છે The Goddess Queen પદ્માવતી ?

દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહીદ કપૂર સ્ટારર ‘પદ્માવતી’ એક ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું પોસ્ટર 21 સપ્ટેમ્બરે રજૂ થયું છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ ઐતિહાસિક ચરિત્ર રાની પદ્માવતીનો રોલ નીભાવી રહી છે ત્યારે આવો નજર કરીએ પદ્માવતી સાથે જોડાયેલા કેટલાક તથ્યો પર : 1 આ કિરદાર કવિ મલિક મુહમ્મદ જાયસીના કારણે […]

Entertainment
bhansali first poster padmavati deepika padukone sanjay 08aca446 9e79 11e7 ba2d 20fa1b34073f કોણ છે The Goddess Queen પદ્માવતી ?

દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહીદ કપૂર સ્ટારર ‘પદ્માવતી’ એક ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું પોસ્ટર 21 સપ્ટેમ્બરે રજૂ થયું છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ ઐતિહાસિક ચરિત્ર રાની પદ્માવતીનો રોલ નીભાવી રહી છે ત્યારે આવો નજર કરીએ પદ્માવતી સાથે જોડાયેલા કેટલાક તથ્યો પર :

22Princess Padmavati ca. 1765 Bibliothèque nationale de France Paris કોણ છે The Goddess Queen પદ્માવતી ?
રાણી પદ્માવતી

1 આ કિરદાર કવિ મલિક મુહમ્મદ જાયસીના કારણે 15-16મી સદીમાં ચર્ચામાંં આવ્યો હતો. મલિક મુહમ્મદ જાયસીએ ઈસ 1540ની આસપાસ મહાકાવ્ય ‘પદ્માવત’ રચ્યું હતુંં. આ કૃતિ અનુસાર રાની પદ્માવતી રાજા રાવલ રતન સિંની પત્ની હતી. જે બાદ તર્ક-વિતર્કો શરૂ થયા હતા.

padmavati759 કોણ છે The Goddess Queen પદ્માવતી ?
રાણી પદ્માવતી

2 મહાકાવ્ય ‘પદ્માવત’ના અનુસાર તે અપ્રિતમમ સૌંદર્યમાં ઓતપ્રોત હતાં. પદ્માવતીની સૌંદર્યતા પર દિલ્લીના શાસક અલાઉદ્દીન ખિલજી ફિદા હતા. ઈસ 1303માં પદ્માવતીને હાંસિલ કરવા માટે ખિલજીએ ચિતૌડ પર હુમલો કર્યો હતો.

Padmini Palace Chittorgarh Rajasthan કોણ છે The Goddess Queen પદ્માવતી ?
પદ્માવતી પેલેસ, ચિતૌરગઢ

3 રાજપૂતો યુદ્ધમાં હાર્યાં અને રાજા રાવલ રતન સિંહનું મોત થયું. વિજય મેળવ્યા બાદ ઉલાઉદ્દીન ખિલજી જ્યારે મહેલ પહોંચ્યા તો જોયુ કે રાની પદ્માવતી સહિત રાજપૂત મહિલાઓએ જૌહર કરી લીધુ હતું.

maxresdefault 10 કોણ છે The Goddess Queen પદ્માવતી ?
જૌહર પ્રથા

4 જૌહર મધ્યયુગમાં એક એવી પ્રથા હતી જ્યારે રાજપૂત રાજાઓના યુદ્ધમાં માર્યા ગયા બાદ તેમની રાણીઓ દુશ્મનના ચુંંગલમાંથી બચવા માટે સામૂહિક રૂપથી આત્મદાહ કરતી હતી.

dewalrani કોણ છે The Goddess Queen પદ્માવતી ?
રાણી પદ્માવતી

5 આ વાર્તાની પ્રામાણિકતાને લઈને ઈતિહાસકારોમાંં મતભેદ જોવા મળી રહ્યાં છે. ઘણાં ઈતિહાસકારોનું માનવું છે કે ઈતિહાસના પન્નાઓ ઉપર અલાઉદ્દીનના જમાનામાં પદ્માવતી નામનો કોઈપણ કિરદારનો અંશ નથી મળતો. ઈતિહાસકારોન મતપ્રમાણે પદ્માવતી માત્ર સાહિત્યિક કિરદાર હતાં. તેઓનું માનવું છે કે ચારણ પરંપરા, લોક કથાઓ, વાચક પરંપરા અને જનશ્રુતિને લઈને  આ કિરદાર સદીઓથી જીવી રહ્યાંં છે.