Not Set/ હિંમતનગરમાં અઢી વર્ષની બાળા સાથે ફેકટરીના શ્રમિકે કર્યું દુષ્કર્મ: ફેક્ટરીમાં આગચંપી

અમદાવાદ: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ઢુંઢર ભાવપુર ગામે આવેલી એક સિરામિક કંપનીની ફેક્ટરીમાં એક અઢી વર્ષની બાળકી પર શ્રમિક દ્વારા દુષ્કર્મ ગુજારવાની ઘટના બહાર આવી છે. આ ઘટનાના પગલે લોકોનાં ટોળેટોળાં ફેકટરી પર ઉમટી પડ્યાં હતાં. ગુસ્સે ભરાયેલાં લોકોએ કંપનીની બે વાહનો અને ફેક્ટરીની ઓરડીને આગ ચાંપી દીધી હતી. આ ઘટના બાદ ગામજનોનું ઉગ્ર સ્વરૂપ જોઇને […]

Gujarat Others
Rape by a factory worker with two-and-a-half year old girl in Himmatnagar

અમદાવાદ: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ઢુંઢર ભાવપુર ગામે આવેલી એક સિરામિક કંપનીની ફેક્ટરીમાં એક અઢી વર્ષની બાળકી પર શ્રમિક દ્વારા દુષ્કર્મ ગુજારવાની ઘટના બહાર આવી છે. આ ઘટનાના પગલે લોકોનાં ટોળેટોળાં ફેકટરી પર ઉમટી પડ્યાં હતાં. ગુસ્સે ભરાયેલાં લોકોએ કંપનીની બે વાહનો અને ફેક્ટરીની ઓરડીને આગ ચાંપી દીધી હતી. આ ઘટના બાદ ગામજનોનું ઉગ્ર સ્વરૂપ જોઇને ફેકટરીના માલિક અને સ્ટાફ પોતાનો જીવ બચાવવા માટે ફેકટરીમાંથી ભાગી છુટ્યા હતા

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ હિંમતનગરના ઢુંઢર ભાવપુર ગામ પાસે અનુપમ સિરામિક કંપની નામની એક ફેક્ટરીની ઓરડીમાં કંપનીમાં જ કામ કરતા શ્રમિકે (મજૂરે) એક અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરવાની ઘટનાની વાત વાયુવેગે ગામમાં ફેલાઈ ગઈ હતી. જેના કારણે ગામજનોના ટોળેટોળાં સિરામિક કંપનીની ફેકટરી પર ઉમટી પડ્યા હતા. ગુસ્સે ભરાયેલા લોકોએ ફેક્ટરીમાં તોડફોડ કરવાનું ચાલુ કર્યું હતું.

ગામજનોનું ઉગ્ર સ્વરૂપ જોઇને ડરી ગયેલા ફેક્ટરીના માલિક અને સ્ટાફ પોતાનો જીવ બચાવવા માટે ફેકટરીમાંથી ભાગી છૂટ્યા હતા.

આ દરમિયાનમાં ગુસ્સે ભરાયેલા લોકોના ટોળાએ આરોપીને પકડવાની માગ સાથે કંપનીમાં પાર્ક કરેલ બે વાહનો (કાર અને બાઈક) અને કંપનીની એક ઓરડીને આગ ચાંપી દીધી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ધોરણે સિરામિક ફેકટરી પર દોડી આવી હતી અને મામલો કાબુમાં લીધો હતો.

શું હતી ઘટના?

હિંમતનગરના ઢુંઢર ભાવપુર ગામમાં રહેતી એક અઢી વર્ષની બાળકી શુક્રવારે ગૂમ થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં આ માસૂમ બાળકી એક ખેતરમાંથી મળી આવી હતી. જેથી પોલીસને બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું લાગતાં તેને પ્રથમ ગાંભોઈ સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ ત્યાંથી તેને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેની હાલત નાજૂક જણાતા તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે

ગુસ્સે ભરાયેલા ટોળાએ તોડફોડ કરી, આગ ચાંપી, રસ્તો કર્યો બ્લોક

આ ઘટનાની જાણ થતાંની સાથે ગામજનો ભારે રોષે ભરાયા હતા. રોષે ભરાયેલા ગામજનોનું ટોળું આરોપી જે ફેકટરીમાં કામ કરતો હતો તે અનુપમ સિરામિક કંપનીની ફેક્ટરી પર ધસી ગયું હતું. જ્યાં તેમણે ફેક્ટરીમાં તોડફોડ કરી હતી. તેમજ ફેકટરીમાં પાર્ક કરેલા એક બાઈક અને કાર મળીને બે વાહનોને આગ ચાંપી દીધી હતી. આ ઉપરાંત ફેક્ટરીની ઓરડીઓમાં પણ આગ ચાંપી હતી.

આ ઉપરાંત રોષે ભરાયેલા ટોળાએ ગાંભોઈથી તલોલ તરફ જતાં રોડ ઉપર આવી ગયા હતા અને રસ્તાને ઉપર આવીને ચક્કાજામ કરી દીધો હતો. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ભારે જહેમત બાદ પોલીસે ટોળાને વિખેરીને ફરીથી રસ્તો ખૂલ્લો કરાવ્યો હતો.