Not Set/ ઝાલોદમાં લીમડી સહીત 27 ગામોમાં સ્વયંભુ લોકડાઉન પડશે લાગુ

ગુજરાત રાજ્યમાં કોરોનાની બીજી લહેર કાળો કહેર વરસાવી રહી છે. મોટા શહેરોથી શરુ થયેલું કોરોના સંક્રમણ હવે નાના ગામડાઓ સુધી પહોચી ચુક્યું છે. કોરોના હવે મોટા શહેરોને ઘમરોળીને નાના ગામડાઓને  ડરાવી રહ્યો છે. 

Gujarat Others Trending
ventilator 1 ઝાલોદમાં લીમડી સહીત 27 ગામોમાં સ્વયંભુ લોકડાઉન પડશે લાગુ

ગુજરાત રાજ્યમાં કોરોનાની બીજી લહેર કાળો કહેર વરસાવી રહી છે. મોટા શહેરોથી શરુ થયેલું કોરોના સંક્રમણ હવે નાના ગામડાઓ સુધી પહોચી ચુક્યું છે. કોરોના હવે મોટા શહેરોને ઘમરોળીને નાના ગામડાઓને  ડરાવી રહ્યો છે.  આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં પણ કોરોનઉં સંક્રમણ વધી રહ્યું છે.

દાહોદ જીલ્લામાં વધતા કોરોના સંક્રમણ ને પગલે ગામડા ઓ સતર્ક બન્યા છે. ઝાલોદ તાલુકાના લીમડી સહીત 27 ગામોમાં કોરોનાના વધતા પ્રકોપને કારણે સ્વયંભુ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ઝાલોદ તાલુકાના લીમડી પોલીસ સ્ટેશન વિસ્તાર ના 27 ગામોમાં લોકડાઉન લાગુ કરવામાં આવશે.

ગ્રામપંચાયત ના સરપંચોએ ભેગા મળી પ્રાંત અધિકારીને આ અંગે આવેદન આપ્યું છે. ગ્રામપંચાયત ના સરપંચોએ 25 તારીખ થી 01 એપ્રિલ સુધી ગામડાઓમાં  લોકડાઉન લાગુ પડશે .

તો સાથે જીલ્લામાં વધતા કોરોના કેસને ધ્યાનમાં રાખીને કોવીડ સેન્ટર શરૂ કરવા માંગણી પણ કરવામાં આવી છે.