Not Set/ સ્ટેટ બેંકે ડેબિટ કાર્ડમાંથી નાણાં ઉપાડવાની લીમીટ ઘટાડી …..

મુંબઇ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેના ક્લાસીક અને મેસ્ટ્રો ડેબિટ કાર્ડ દ્રારા કેશ નાણાં કાઢવાની એટીએમ લીમીટ ઘટાડી છે. સ્ટેટ બેંકે આપેલા સ્ટેટમેન્ટ પ્રમાણે ડેબિટ કાર્ડમાંથી કેશ વિથડ્રો કરવાની પ્રતિ દિવસની લીમીટ 40,000 રૂપિયાથી ઘટાડીને 20,000 રૂપિયા સુધી કરી છે. રોકડ નાણાં ઉપાડવાની આ નવી લીમીટ 31 ઓક્ટોબરથી લાગુ પડશે. બેંકના સ્ટેટમેન્ટમાં જણાવ્યા પ્રમાણે એટીએમમાં […]

India Trending Business
sbi atm 1537281971 સ્ટેટ બેંકે ડેબિટ કાર્ડમાંથી નાણાં ઉપાડવાની લીમીટ ઘટાડી .....

મુંબઇ,

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેના ક્લાસીક અને મેસ્ટ્રો ડેબિટ કાર્ડ દ્રારા કેશ નાણાં કાઢવાની એટીએમ લીમીટ ઘટાડી છે. સ્ટેટ બેંકે આપેલા સ્ટેટમેન્ટ પ્રમાણે ડેબિટ કાર્ડમાંથી કેશ વિથડ્રો કરવાની પ્રતિ દિવસની લીમીટ 40,000 રૂપિયાથી ઘટાડીને 20,000 રૂપિયા સુધી કરી છે. રોકડ નાણાં ઉપાડવાની આ નવી લીમીટ 31 ઓક્ટોબરથી લાગુ પડશે.

બેંકના સ્ટેટમેન્ટમાં જણાવ્યા પ્રમાણે એટીએમમાં છેતરપીંડીઓના કેસો વધ્યા છે અને બેંક કેશલેસ વ્યવહારોને વધુ પ્રોત્સાહન આપવા માંગતા હોવાથી આ લીમીટ ઘટાડી છે.

sbi revised fd rates 1532920740 1532941666 e1540650318330 સ્ટેટ બેંકે ડેબિટ કાર્ડમાંથી નાણાં ઉપાડવાની લીમીટ ઘટાડી .....

જો કે બેંકનું એમ પણ કહેવું છે કે જે ગ્રાહકોને પ્રતિ દિવસ વધુ કેશની કાઢવાની જરૂર પડતી હોય તેમણે બેંકના બીજા પ્રકારના ડેબિટ કાર્ડ માટે અરજી કરી શકે છે.

એસબીઆઈ વતી તેની બધી શાખાઓને આ વિશે સૂચનાઓ આપવામાં આવી છે. માર્ચ 2018 સુધીમાં, એસબીઆઇએ 39.50 કરોડ ડેબિટ કાર્ડ જારી કર્યા છે અને તેમાંના 26 કરોડ કાર્ડ કાર્યરત છે. જો કે, આ નિયમ અન્ય એસબીઆઇ કાર્ડ્સ પર અસર કરશે નહીં. ઉદાહરણ તરીકે, એસબીઆઈ ગોલ્ડ અને પ્લેટિનમ ડેબિટ કાર્ડની દૈનિક મર્યાદા રૂ.50,000 અને રૂ.1 લાખ છે.