Not Set/ ભારત કરતા વિકાસ દ્રષ્ટિએ આ પાડોશી દેશો છે પાછળ પરંતુ ત્યાં પેટ્રોલ મળી રહ્યું છે સસ્તું, જુઓ

નવી દિલ્હી, કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી કરવામાં આવી રહેલા ભાવવધારા બાદ પેટ્રોલ-ડીઝલની કિંમત છેલ્લા ચાર વષોમાં રેકોર્ડ સ્તર પર પહોચી છે. આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમત ૮૪.૭૦ રૂપિયા જયારે ડીઝલની કિંમત ૭૨.૪૮ રૂપિયા પ્રતિ લીટર પહોંચી ચુકી છે ત્યારે […]

Trending Business
Petrol Diesel ભારત કરતા વિકાસ દ્રષ્ટિએ આ પાડોશી દેશો છે પાછળ પરંતુ ત્યાં પેટ્રોલ મળી રહ્યું છે સસ્તું, જુઓ

નવી દિલ્હી,

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી કરવામાં આવી રહેલા ભાવવધારા બાદ પેટ્રોલ-ડીઝલની કિંમત છેલ્લા ચાર વષોમાં રેકોર્ડ સ્તર પર પહોચી છે.

આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમત ૮૪.૭૦ રૂપિયા જયારે ડીઝલની કિંમત ૭૨.૪૮ રૂપિયા પ્રતિ લીટર પહોંચી ચુકી છે ત્યારે દેશભરમાં આ ભાવવધારાને લઇ હાહાકાર જોવા મળી રહ્યો છે.

આપણા ભારત દેશમાં ભલે પેટ્રોલની કિંમત ૮૪ને પાર પહોંચી ચુકી હોય પરંતુ પાડોશી દેશ પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત ભારત કરતા અડધા કરતા પણ ઓછી એટલે કે માત્ર ૩૩ રૂપિયા પ્રતિ લીટર છે. આ ઉપરાંત દુનિયાના ૯૧ દેશો છે જ્યાં પેટ્રોલની કિંમત ભારતની તુલનામાં સસ્તી છે.

જયારે ભારતના અન્ય પાડોશી દેશોની વાત કરવામાં આવે તો નેપાળમાં ૬૯, શ્રીલંકામાં ૬૪, ભૂટાનમાં ૫૭, બાંગ્લાદેશમાં ૭૧ અને ચીનમાં ૮૧ રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, સસ્તા પેટ્રોલ વેચવાવાળા દેશોમાં ભારતનો નંબર ૯૨ છે જયારે પાકિસ્તાનનો રેન્ક ૩૨મો છે. પરંતુ દુનિયામાં સૌથી સસ્તું પેટ્રોલ આ સમયે વેનેઝુએલામાં મળે છે જેની પ્રતિ લીટરની કિંમત છે -૬૮ રૂપિયા. વેનેઝુએલા બાદ ઈરાન બીજા નંબર આવે છે જ્યાં પેટ્રોલ ૨૦ રૂપિયામાં જયારે સુડાનમાં ૨૨ રૂપિયા પ્રતિ લીટર વેચવામાં આવે છે.

દુનિયાના સૌથી મોઘા ભાવે પેટ્રોલ વેચતા દેશોમાં આઈસલેન્ડ ૧૪૫, હોંગકોંગ ૧૪૪, નોર્વે ૧૩૯, નેધરલેંડ ૧૩૩ અને ડેન્માર્કમાં ૧૩૨ રૂપિયે પ્રતિ લીટર મળી રહ્યું છે. પરંતુ આ તમામ દેશો વિકસિત છે અને ત્યાના લોકોની આવક અને જીવનની ગુણવત્તા પણ અન્ય દેશો કરતા સારી છે.