પુરુષોનાં મનમાં પ્રથમ વખત સેક્સ વિશેનાં મોટાભાગનાં પ્રશ્નો હોય છે, તેવી જ રીતે ઘણા પ્રશ્નો અને ખચકાટ પણ મહિલાઓનાં મનમાં હોય છે. પુરુષોને જ્યા પોતાના પરપોર્મન્શને લઇને દબાણ હોય છે, ત્યારે સ્ત્રીઓનાં દિમાગ પર, તેમના દેખાવ વિશે અજાણતી ઇનસિક્યોરિટી બની રહે છે.
વારંવાર ઉભો થાય છે આ સવાલ:
જ્યા પહેલી વાર સેક્સ કરતા પહેલાં મહિલાઓનાં મનમાં જે સવાલ ઉભો થાય છે તે છે, શું તેમનો પાર્ટનર તેમના લુકને ગમાડશે? શું તે તેના જીવનસાથીને સંપૂર્ણ રીતે સાથ આપી શકશે?
અપેક્ષાની ચિંતાઓ:
ઘણા જાણીતા સલાહકારો કહે છે કે જે છોકરીઓ લગ્ન પહેલાં કાઉન્સલિંગ માટે પહોંચે છે તેઓને સૌથી વધુ ચિંતા હોય છે કે શું તેઓ તેમના ભાવિ જીવનસાથીની અપેક્ષાઓ પર કરી ઉતરી શકશે.
ઓર્ગેઝમની ચિંતા:
સ્ત્રીઓને સૌથી વધુ ક્લિટરિસ સ્ટિમ્યુલેશનથી ઓર્ગેઝમ મળે છે ન કે ઇંટરકોર્સથી. આ વાત તાજેતરમાં કરવામાં આવેલા ઘણા અભ્યાસોમાં સામે આવી છે. આ અધ્યયન મુજબ, વિશ્વભરમાં આવી મહિલાઓની સંખ્યા 70 ટકાની નજીક છે, જેમણે ઇંટરકોર્સને બદલે ક્લિટરિસ સ્ટિમ્યુલેશન સાથે ઓર્ગેઝમને અનુભવ્યુ છે.
પરફોર્મન્સનો ડર:
સેક્સ પહેલાં જ નહી સેક્સ દરમિયાન પણ મહિલાઓ એવા સવાલો ઉઠાવતી રહે છે કે તેઓ એક્ટ દરમિયાન યોગ્ય રીતે પ્રદર્શન કરી શકતી નથી, શું તેમનો જીવનસાથી સંતુષ્ટ થઇ રહ્યો છે, શું તે પોતાની ભૂમિકામાં ફિટ છે અથવા તેઓએ કંઈક વધુ સર્જનાત્મક કરવું પડશે? આવા પ્રશ્નો તેના મનમાં સતત રહે છે.
પુરુષો સાથે પણ આવું થાય છે:
એવું નથી કે ઉગ્ર ઉત્તેજનાનો અતિરેક ફક્ત મહિલાઓ સાથે જ સંબંધિત છે. પુરુષો સાથે પણ એવું જ થાય છે જ્યારે તેઓ લાંબા સંભોગ પછી પણ પરાકાષ્ઠા સુધી પહોંચી શકતા નથી. સ્ત્રીઓ ફક્ત આવી પરિસ્થિતિની કલ્પના કરીને એક વિચિત્ર ભયથી ભરેલી હોય છે.
તમારા જીવનસાથીને આ સવાલ પૂછો:
અસંતોષની સ્થિતિમાં, મોટાભાગની મહિલાઓ અને પુરુષો તેમના જીવનસાથીને આ વાત ખુલ્લેઆમ કહી શકતા નથી. તેથી, આ જવાબદારી બીજા પાર્ટનરની બની જાય છે કે તે પોતાના પાર્ટનર સાથે આ વિશે સવાલ પૂછી અને તેની ઇચ્છાઓ વિશે પણ પૂછે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.