Not Set/ કોંગ્રેસને ઝટકા પર ઝટકા,12 ધારસભ્યો TRSમાં જોડાતા કોંગ્રેસ TRSમાં વિલીન થવાનાં આરે

કોંગ્રેસને આકબાદ એક ઝટકા મળી રહ્યા છે.ત્યારે આજે ફરી કોંગ્રેસ માટે માંઠા સમાચાર આવ્યા હતા. તેલંગણાનાં 12 કોંગ્રેસી ધારાસભ્ય KCRની પાર્ટી TRSમાં જોડય જતા કોંગ્રેસને વધુ એક મરણતોલ ફટકો પડ્યો છે. કોંગ્રેસનાં 12 ધારાસભ્ય TRSમાં આવી જતા વિધાનસભાનાં અધ્યક્ષને કોંગ્રેસનું TRSમાં વિલીનકરણ કરી દેવાની વિનંતી પણ કરી દેવામાં આવી છે. 12 કોંગ્રેસી ધારાસભ્યો દ્રારા તેલંગણાનાં […]

Top Stories India Politics
trs2 કોંગ્રેસને ઝટકા પર ઝટકા,12 ધારસભ્યો TRSમાં જોડાતા કોંગ્રેસ TRSમાં વિલીન થવાનાં આરે

કોંગ્રેસને આકબાદ એક ઝટકા મળી રહ્યા છે.ત્યારે આજે ફરી કોંગ્રેસ માટે માંઠા સમાચાર આવ્યા હતા. તેલંગણાનાં 12 કોંગ્રેસી ધારાસભ્ય KCRની પાર્ટી TRSમાં જોડય જતા કોંગ્રેસને વધુ એક મરણતોલ ફટકો પડ્યો છે. કોંગ્રેસનાં 12 ધારાસભ્ય TRSમાં આવી જતા વિધાનસભાનાં અધ્યક્ષને કોંગ્રેસનું TRSમાં વિલીનકરણ કરી દેવાની વિનંતી પણ કરી દેવામાં આવી છે.

12 કોંગ્રેસી ધારાસભ્યો દ્રારા તેલંગણાનાં સ્પીકર પી. શ્રીનિવાસ રેડ્ડીની મુલાકાત લેવાની સાથે સાથે કોંગ્રેસને TRSમાં મર્જર કરી દેવાની વિનંતી કરવામાં આવી છે. તેલંગણાની 119 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસનાં હાલ 18 ધારાસભ્યો છે.  કોંગ્રેસનાં તેલંગણા પ્રદેશ પ્રમુખ ઉત્તમ કુમાર રેડ્ડી હાલમાં જ  નાલગોંડા લોકસભા બેઠક પરથી જીતી જતા ધારાસભ્ય પદ્દેથી રાજીનામું આપ્યું હતું.

trs કોંગ્રેસને ઝટકા પર ઝટકા,12 ધારસભ્યો TRSમાં જોડાતા કોંગ્રેસ TRSમાં વિલીન થવાનાં આરે

કોંગ્રેસનાં તંદૂરનાં ધારાસભ્ય રોહિત રેડ્ડીએ નાટ્યાત્મક રીતે 11 કોંગ્રેસી ધારાસભ્યો  સાથે સત્તારુઢ TRSમાં જોડાવાનું એલાન કરતા કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય જી. વેંકતા રમન રેડ્ડીએ જણાવ્યું હતું કે રાજ્યનાં વિકાસ માટે 12 ધારાસભ્યોએ મુખ્યપ્રધાન સાથે રાજ્યનાં વિકાસમાં સારી રીતે ભાગીદાર થવા માટે કોંગ્રેસમાંથી TRSમાં ભળી જવાનો માર્ગ અપનાવ્યો છે. અને વિધાનસભાનાંં સ્પીકરને કોંગ્રેસને TRSમાં મર્જ કરવાની વિનંતી કરી છે.

KCR addressjpg કોંગ્રેસને ઝટકા પર ઝટકા,12 ધારસભ્યો TRSમાં જોડાતા કોંગ્રેસ TRSમાં વિલીન થવાનાં આરે

રેડ્ડીનાં જણાવ્યા પ્રમાણે કોંગ્રેસનાં 12 ધારાસભ્યો તેલંગણા કોંગ્રેસ લેજિસ્લેટીવ પાર્ટીની હાલની સંખ્યા બળનાં બે તૃતીયાંશ સંખ્યામાં હોવાથી તેમના પર પક્ષાંતર ધારો લાગુ પડી શકતો નથી. ત્યારે 18માંથી 12 ધારસભ્યો દ્રાર પક્ષ પલટો કરવામા આવતા હાલ તેલંગણા કોંગ્રેસ પાસે 6 જ ધારાસભ્ચો રહ્યા છે. આમ કોંગ્રેસ વિપક્ષ તરીકેનો દરજ્જો પણ ખોઇ દેશે. આપને જણાવી દઇએ કે હાલ TRS પાસે 100 (TRS – 88+12કોંગ્રેસનાં પક્ષ પલટું), AIMM પાસે 7, કોંગ્રેસ પાસે 6 અને BJP 1 ધારાસભ્યો છે.