મહારાષ્ટ્ર/ વાંદરાઓ અને કૂતરા વચ્ચે ‘ગેંગ વોર’, અત્યાર સુધીમાં 80 ગલુડિયાઓના મોત, ગ્રામજનોમાં ભય

મહારાષ્ટ્રના બીડમાં વાંદરાઓ અને કૂતરા વચ્ચેની ગેંગ વોરથી વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છે. આ ‘ગેંગ વોર’માં ઘણાં કૂતરાંનાં બચ્ચાંનાં મોત થયાં છે. વનવિભાગ વાંદરાઓની ધરપકડમાં લાગેલું છે.

India Ajab Gajab News Trending
વાંદરાઓ અને કૂતરા વચ્ચે 'ગેંગ વોર', અત્યાર સુધીમાં 80 ગલુડિયાઓના મોત,

આપણે સામાન્ય રીતે ગેંગસ્ટરો વચ્ચે ગેંગ વોરની ઘટનાઓ સાંભળતા રહીએ છીએ. શું તમે ક્યારેય વાંદરાઓ અને કૂતરા વચ્ચે ‘ગેંગ વોર’ વિશે સાંભળ્યું છે? સાંભળવામાં થોડું વિચિત્ર લાગે છે પરંતુ મહારાષ્ટ્રના બીડમાં વાંદરાઓ અને કૂતરા વચ્ચે ‘ગેંગ વોર’ ચાલી રહી છે. જેના કારણે વિસ્તારના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ‘ગેંગ વોર’માં લગભગ 70-80 ગલુડિયાઓએ જીવ ગુમાવ્યા છે.

ગ્રામજનોમાં ગભરાટ

ગ્રામજનોનું કહેવું છે કે કૂતરાએ વાંદરાના બચ્ચને મારી નાખ્યું હતું.  ત્યારથી તેમની વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ. ગ્રામજનોએ જણાવ્યું કે છેલ્લા ત્રણ મહિનામાં વાંદરાઓએ કૂતરાનાં અનેક બાળકોને મારી નાખ્યા છે. કૂતરા અને વાંદરાઓ વચ્ચેની લડાઈને કારણે આખા ગામમાં ભયનો માહોલ છે. આ ઘટના અંગે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી.

સ્થાનિક લોકો અને નજીકના ગ્રામીણોનું કહેવું છે કે વાંદરાઓ કૂતરાના બચ્ચાને પકડીને ઝાડ પરથી કે ઉંચી ઈમારત પરથી નીચે ફેંકી દે છે, જેના કારણે તેઓ મરી રહ્યા છે. બીડના માજલગાંવમાં લવુલ નામનું એક ગામ છે જ્યાં લગભગ 5000 લોકો રહે છે. અહીં હાલ સ્થિતિ એવી છે કે ગામમાં એકપણ કૂતરું બાળક જીવતું નથી. અહેવાલો અનુસાર, ગામવાસીઓએ જાતે ગલુડિયાઓને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ વાંદરાઓએ આવા લોકો પર પણ હુમલો કર્યો અને કેટલાક લોકો આમાં ઘાયલ પણ થયા. તે જ સમયે, એવા પણ અહેવાલો છે કે બીડમાં વાંદરાઓ હવે શાળાએ જતા બાળકોને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. જેના કારણે ગ્રામજનોમાં ગભરાટ વધી ગયો છે.

વાંદરાઓએ ઘણા ગલુડિયાઓને મારી નાખ્યા

પાંચ હજારની વસ્તી ધરાવતા આ ગામના લોકો વાંદરાઓના આતંકથી ખૂબ જ પરેશાન છે. વાંદરાઓ ઘણી વખત રસ્તા પર ચાલતા લોકો પર હુમલો કરી ચુક્યા છે. વન વિભાગે કેટલાક વાંદરાઓને પાંજરામાં કેદ કર્યા છે. પરંતુ લોકોનું કહેવું છે કે તેનાથી કોઈ ફરક પડયો નથી. ગામવાસીઓનું કહેવું છે કે વાંદરાઓનું ટોળું કૂતરાનાં બચ્ચાંની શોધમાં આવે છે અને તેમને ઉપાડી જાય છે અને પોતાની સાથે રાખે છે.

बंदर और कुत्तों की गैंगवार से डरे ग्रामीण

વન વિભાગની દલીલ

ગલુડિયાઓ ભૂખ અને તરસને કારણે મૃત્યુ પામે છે. આ લાંબા સમયથી ચાલી રહ્યું છે. આ મુદ્દે વન વિભાગનું કહેવું છે કે ગ્રામજનો પાસેથી માહિતી મળી હતી કે, અહીં વાંદરાઓએ ભારે આતંક મચાવ્યો છે. તેની તપાસ માટે એક ટીમ સ્થળ પર મોકલવામાં આવી છે. જ્યાં તેણે જોયું કે એક વાંદરો કૂતરાના બાળકને લઈને ઘણી ઊંચાઈએ બેઠો હતો. વાંદરાઓ ગલૂડિયાને પોતાની સાથે રાખે છે. તેઓ ભૂખ અને તરસને કારણે મૃત્યુ પામે છે. કેટલાક વાંદરાઓને પાંજરામાં કેદ કરીને સુરક્ષિત જગ્યાએ છોડી દેવામાં આવ્યા છે.

અમદાવાદ / કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા યુ.એન. મહેતા હોસ્પિટલના સત્તાધીશો સામે નારાજ ..!!

ગુજરાત / પેપર લીકના તાર ખેડા સુધી પહોંચ્યા, શંકાના આધારે શિક્ષકની અટકાયત

National / લોકસભામાં સરોગસી બિલ મંજૂર, હવે સરોગસી માટે આ નિયમોનું પાલન કરવું જરૂરી છે