@અમિત રૂપાપરા
Surat News: સુરત શહેરમાં શ્વાનના આતંકના કિસ્સા અવારનવાર સામે આવે છે. ત્યારે ફરી એક વખત આવી જ ઘટના સામે આવી છે કે જ્યાં ઘર બહાર રમી રહેલી એક વર્ષની બાળકી પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં બાળકીને શ્વાને ત્રણથી ચાર બચકા ભરી લીધા હતા. જેમાં આંખના ભાગે બાળકીને ગંભીર ઈજા થઈ હોવાના કારણે તેની સારવાર સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે.
સુરત શહેરમાં શ્વાનનો આતંક વધતા સુરત મહાનગરપાલિકાના માર્કેટ વિભાગ દ્વારા રસીકરણ અને ખસીકરણની કામગીરી તેજ બનાવવામાં આવી હતી. ત્રણ કરોડો જેટલા ખર્ચે રસીકરણ અને ખસીકરણની કામગીરી થઈ હોવાના દાવાઓ પણ કરવામાં આવ્યા હતા. પરંતુ પાલિકાના દાવા પોકળ સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે. કારણકે શ્વાનના આતંકના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં ઘર બહાર રમી રહેલી એક વર્ષની બાળકી પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
શ્વાને બાળકીના શરીર પર ત્રણથી ચાર જગ્યાઓ પર બચકા ભર્યા હતા અને જેમાં બાળકીને આંખના ભાગે ગંભીર ઈજા થઈ હતી. શ્વાનના હુમલા બાદ બાળકી રડવા લાગી હોવાના કારણે પરિવારના સભ્યો તેમજ આસપાસ રહેતા લોકો ઘર બહાર દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત હાલતમાં બાળકીને તાત્કાલિક જ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા બાળકીનું ઓપરેશન કરીને બાળકીની આંખ બચાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો:અજાણ્યા શખ્સ દ્વારા આરટીઓ અધિકારી પર હુમલો
આ પણ વાંચો:સસ્તા અનાજના દુકાનદારોનું આંદોલન સ્થગિત,જનતાના હીતમાં દુકાનદારોનો નિર્ણય
આ પણ વાંચો:વિકલાંગ વ્યક્તિએ કલાકો સુધી પેઇન્ટિંગ કરીને બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ
આ પણ વાંચો:સુરતની મહિલાએ તૈયાર કરી વુડન રંગોળી, વિદેશમાંથી પણ વધી ડિમાન્ડ