Cricket / IPL નો બીજો તબક્કો શરૂ થાય તે પહેલા ધોનીને લાગ્યો મોટો ઝટકો, ટીમનો સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત

માહીની CSK ટીમનાં ઓપનર અને દક્ષિણ આફ્રિકાની ટીમનાં ભૂતપૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ ઈજાગ્રસ્ત થયા છે. તેના કારણે હવે ટીમ વતી ઓપનર તરીકે કોણ ઉતરશે તે મુશ્કેલ બની ગયું છે.

IPL 2021 નો બીજો તબક્કો જલ્દી જ શરૂ થવાનો છે. ફેઝ 2 ની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરે રમાશે. આ દિવસે એમએસ ધોનીનાં નેતૃત્વમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને રોહિત શર્માનાં નેતૃત્વવાળી મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રહેશે. હવે પ્રથમ મેચને શરૂ થવામાં માત્ર પાંચ દિવસ બાકી છે. પરંતુ આ પહેલા ચેન્નઈ સુપર કિંગ્સ એટલે કે CSK માટે એક નવી સમસ્યા સામે આવી છે. ટીમનાં ઓપનર અને દક્ષિણ આફ્રિકાની ટીમનાં ભૂતપૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ ઈજાગ્રસ્ત થયા છે. તેના કારણે હવે ટીમ વતી ઓપનર તરીકે કોણ ઉતરશે તે મુશ્કેલ બની ગયું છે. ટીમને આ અંગે વહેલી તકે નિર્ણય લેવો પડશે. કારણ કે હવે બહુ દિવસો બાકી નથી.

આ પણ વાંચો – T20 World Cup / પાકિસ્તાને ટી20 વર્લ્ડકપ પહેલા કરી સૌથી મોટી જાહેરાત

આઈપીએલની છેલ્લી સીઝનમાં, ફાફ ડુ પ્લેસિસ અને ઋતુરાજ ગાયકવાડ એમએસ ધોનીનાં નેતૃત્વમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે ઓપનિંગ કરી રહ્યા હતા. આ વખતે પણ આ બંનેની ઓપનિંગ કરવાની સંભાવના છે. પરંતુ આ દરમિયાન એક ખરાબ સમાચાર આવ્યા. સમાચાર એ છે કે સીપીએલ એટલે કે કેરેબિયન પ્રીમિયર લીગ રમી રહેલા ફાફ ડુ પ્લેસિસ ઈજાગ્રસ્ત થયા છે અને હવે આવી સ્થિતિમાં સવાલ એ છે કે પ્રથમ મેચમાં ઋતુરાજ ગાયકવાડ સાથે ટીમ માટે કોણ ઓપનિંગ કરશે. કારણ કે હવે ટીમ સાથે શેન વોટસન નથી, જે ઓપનિંગ કરતો હતો. આઈપીએલ 2021 નાં ​​પહેલા તબક્કામાં જે ભારતમાં જ રમાઈ રહી હતી, ફાફ ડુ પ્લેસિસે સારી બેટિંગ કરી હતી અને આ જ કારણ હતું કે ટીમ ટોચની ટીમોમાં રહી હતી. ફાફ ડુ પ્લેસિસ સીપીએલમાં રમી રહ્યો હતો અને આ દરમિયાન તેને એક મેચમાં જાંઘમાં દુખાવો થયો હતો. જોકે ડુપ્લેસિસની સમસ્યા કેટલી છે તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ તેને થોડા દિવસો માટે વિરામ લેવો પડી શકે છે. કદાચ પ્રથમ મેચ બાદ તે બાકીની મેચોમાં ટીમ માટે રમતો જોવા મળશે.

આ પણ વાંચો – Retirement / ઝિમ્બાબ્વેનાં આ દિગ્ગજ ખેલાડીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી ખતમ, અંતિમ મેચમાં મળી હાર

જો કે ટીમ પાસે ઓપનિંગ માટે કોઈ એક વિકલ્પ છે. રોબિન ઉથપ્પા ગયા વર્ષે ટીમ સાથે સંકળાયેલો હતો, જોકે તેને હજુ સુધી તેની નવી ટીમ સાથે રમવાની કોઈ તક મળી નથી. તેણે KKR સહિત ઘણી ટીમો માટે ઓપનિંગની જવાબદારી નિભાવી છે અને ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ પણ કર્યુ હતી. શું કેપ્ટન એમએસ ધોની તેના પર વિશ્વાસ કરશે? આ સિવાય અંબાતી રાયડુ પણ ઓપનિંગ કરી શકે છે. તે ટીમ માટે ખૂબ જ સારો ઓપનર પણ સાબિત થઈ શકે છે. જોવાનું રહેશે કે પ્રથમ મેચ પહેલા જે થોડા દિવસો બાકી છે તેમાં ખુદ ધોની અને ટીમ મેનેજમેન્ટ શું નિર્ણય લે છે. જોકે, ટીમ માટે અત્યાર સુધીની સિઝન ઘણી સારી રહી છે. ટીમે તેની સાતમાંથી પાંચ મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં દસ પોઈન્ટ સાથે બીજા નંબરે છે. ટીમ પ્લેઓફમાં જવાની તમામ શક્યતાઓ છે. તે જોવાનું બાકી છે કે શું ટીમ બીજા તબક્કામાં પણ તે જ પ્રદર્શન જાળવી રાખી શકે છે.


More Stories


Loading ...

Top Stories



Photo Gallery


Entertainment