T20 World Cup / પાકિસ્તાને ટી20 વર્લ્ડકપ પહેલા કરી સૌથી મોટી જાહેરાત

પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં મુખ્ય કોચ મિસ્બાહ-ઉલ-હક અને પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં બોલિંગ કોચ વકાર યુનુસ બંનેએ તાજેતરમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં કોચ પદેથી રાજીનામું આપ્યું છે.

આ સમયે પાકિસ્તાનની ક્રિકેટ ટીમમાં ભારે હલચલ જોવા મળી રહી છે. કારણ કે પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં મુખ્ય કોચ મિસ્બાહ-ઉલ-હક અને પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં બોલિંગ કોચ વકાર યુનુસ બંનેએ તાજેતરમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં કોચ પદેથી રાજીનામું આપ્યું છે. બંનેનાં આ નિર્ણયથી પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં ઘણા દિગ્ગજો ગુસ્સે થયા છે, અને પાકિસ્તાનનાં ભૂતપૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે તો એમ પણ કહ્યું કે, બંને કોચે રાજીનામું આપ્યું છે કારણ કે રમીઝ રાજા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનાં નવા અધ્યક્ષ બન્યા છે. તેમના પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં અધ્યક્ષ બન્યા પછી, બંને ડરી ગયા છે અને તેથી તેઓ ભાગી ગયા છે.

આ પણ વાંચો – Retirement / ઝિમ્બાબ્વેનાં આ દિગ્ગજ ખેલાડીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી ખતમ, અંતિમ મેચમાં મળી હાર

ઓસ્ટ્રેલિયાનાં ભૂતપૂર્વ ઓપનર મેથ્યુ હેડન અને ભૂતપૂર્વ દક્ષિણ આફ્રિકાનાં ઝડપી બોલર વર્નોન ફિલેન્ડરને યુએઈ (સંયુક્ત અરબ અમીરાત) ખાતે યોજાનારા આગામી આઈસીસી (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ) ટી-20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાન ટીમનાં કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) સોમવારે આ જાહેરાત કરી હતી. પીસીબીનાં નવા ચૂંટાયેલા ચેરમેન રમીઝ રાજાએ આ નિમણૂક વિશે માહિતી આપી હતી. હેડન અને ફિલેન્ડરની નિમણૂક મુખ્ય કોચ મિસ્બાહ-ઉલ-હક અને બોલિંગ કોચ વકાર યુનુસે લગભગ બે વર્ષનાં કાર્યકાળ બાદ પોતપોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યાનાં એક અઠવાડિયા બાદ થઇ છે. રમીઝે પત્રકાર પરિષદમાં કહ્યું, ‘મને લાગે છે કે પાકિસ્તાનની ટીમને નવી દિશાની જરૂર છે. અમે વર્લ્ડ કપ માટે હેડન અને ફિલેન્ડરની નિમણૂક કરી છે. તેમણે કહ્યુ કે, “આગળ જતાં, આપણે આ સંદર્ભમાં વ્યાપક શોધ કરવી પડશે જેથી આપણી પરિસ્થિતિને અનુરૂપ કોઈ (કોચ) ની નિમણૂક થઈ શકે.” તેમણે વધુમાં કહ્યુ કે, “અમારો ઉદ્દેશ આ ટીમને શ્રેષ્ઠ શક્ય વિકલ્પ આપવાનો છે જેથી તે પ્રદર્શનમં સુધારો કરી શકે.” પીસીબીએ અગાઉ પૂર્વ ટેસ્ટ સ્પિનર ​​સકલેન મુશ્તાક અને ઓલરાઉન્ડર અબ્દુલ રઝાકને ન્યૂઝીલેન્ડ સામેની હોમ સીરીઝ માટે વચગાળાનાં કોચ તરીકે નિયુક્ત કર્યા હતા. મિસ્બાહ અને વકારને એક વર્ષ બાકી હોવાથી તેમની પોસ્ટ છોડી દીધી હતી. રિચર્ડ પાઇબસ, બોબ વૂલ્મર, જ્યોફ લોસન, ડેવ વોટમોર અને મિકી આર્થર જેવા વિદેશી કોચ ભૂતકાળમાં પાકિસ્તાન સાથે જોડાઇ ચુક્યા છે.

આ પણ વાંચો – Cricket / આ ગુજરાતી બેટ્સમેને USA માટે ફટકારી ધમાકેદાર વનડે સદી

ફિલેન્ડર માટે રમીઝ રાજાએ કહ્યું કે, ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ સામે તેમનો શાનદાર રેકોર્ડ રહ્યો છે, હું બોલિંગમાં તેમની સમજણને માનુ છું. અત્યારે તેને ટી 20 વર્લ્ડ કપ માટે જ પાકિસ્તાની કોચિંગ સ્ટાફમાં લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સૂચવે છે કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ વખતે ટી 20 વર્લ્ડ કપ 2021 ને લઇને કોઇ ઢીલ કરવા માંગતું નથી, અને ટી 20 વર્લ્ડ કપ 2021 માં પોતાનુ 100% આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. આપને જણાવી દઈએ કે, ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મેથ્યુ હેડન પાસે કોચિંગનો અનુભવ નથી, તેથી તે પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે એક સારા કોચ હશે તેમ કહેવું યોગ્ય રહેશે નહીં. જણાવી દઇએ કે, પાકિસ્તાન ક્રિકેટ ટીમે વર્ષ 2009 માં પ્રથમ અને અત્યાર સુધી છેલ્લી વખત આઈસીસી ટી 20 વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું છે.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment