Retirement / ઝિમ્બાબ્વેનાં આ દિગ્ગજ ખેલાડીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી ખતમ, અંતિમ મેચમાં મળી હાર

બેલફાસ્ટમાં આયર્લેન્ડ અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલી વનડે સીરીઝની ત્રીજી અને અંતિમ મેચમાં આયર્લેન્ડે ઝિમ્બાબ્વેને 7 વિકેટે હરાવ્યું હતું.

બેલફાસ્ટમાં આયર્લેન્ડ અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલી વનડે સીરીઝની ત્રીજી અને અંતિમ મેચમાં આયર્લેન્ડે ઝિમ્બાબ્વેને 7 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે આયર્લેન્ડ ત્રણ મેચની વનડે સીરીઝ 1-1થી ડ્રો કરવામાં સફળ રહ્યું હતુ. ઝિમ્બાબ્વેએ સીરીઝની પ્રથમ મેચ જીતી હતી, બીજી મેચ વરસાદને કારણે રદ થઈ હતી અને ત્રીજી મેચ યજમાન આયર્લેન્ડે જીતી હતી. આ સાથે, ઝિમ્બાબ્વેનાં મહાન ક્રિકેટર બ્રેન્ડન ટેલરની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પણ સમાપ્ત થઈ, જેમણે આ મેચ પહેલા નિવૃત્તિની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો – Cricket / આ ગુજરાતી બેટ્સમેને USA માટે ફટકારી ધમાકેદાર વનડે સદી

ત્રીજી વનડે પહેલા બ્રેન્ડન ટેલરે જાહેરાત કરી હતી કે સીરીઝની ત્રીજી વનડે તેની કારકિર્દીની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હશે. ઝિમ્બાબ્વે માટે સૌથી વધુ સદી અને બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર બ્રેન્ડન ટેલરની વિદાય વિજયી બની શકી નહી. આયર્લેન્ડે ઝિમ્બાબ્વેને હરાવ્યું અને ઝિમ્બાબ્વેને તેમના દિગ્ગજ ખેલાડીને હાર સાથે ગુડબાય કહેવાની ફરજ પડી હતી. મેચમાં આયર્લેન્ડે ટોસ જીતીને ઝિમ્બાબ્વેને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પહેલા બેટિંગ કરવા આવતા ઝિમ્બાબ્વેની ટીમને નિવૃત્તિ ઘોષણાકાર બ્રેન્ડન ટેલરનાં રૂપમાં પહેલો ફટકો મળ્યો, જે પોતાની છેલ્લી મેચમાં 7 રન બનાવીને આઉટ થયો હતો. ઝિમ્બાબ્વેનાં કેપ્ટન ક્રેગ અર્વિને અડધી સદી ફટકારી હતી અને 65 બોલમાં 57 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો – Retirement / ઝિમ્બાબ્વેનાં સૌથી વધુ વનડે સદી ફટકારનાર બેટ્સમેને ક્રિકેટને કહ્યુ અલવિદા

ઝિમ્બાબ્વેની ટીમનાં 8 બેટ્સમેન ડબલ ફિગર પણ પાર કરી શક્યા ન હોતા અને તેમની પૂરી ટીમ 34 ઓવરમાં 131 રનમાં સમેટાઈ ગઈ હતી. આ દરમિયાન આયર્લેન્ડ તરફથી એન્ડી મેકબ્રાયન અને જોશ લિટિલે 3-3 વિકેટ લીધી હતી. જ્યારે સિમી સિંહે 2 અને શેન ગેટકેટે 1 વિકેટ લીધી હતી. વરસાદને કારણે આયર્લેન્ડની ઇનિંગ્સ મોડી શરૂ થઈ અને તેમને ‘ડકવર્થ લુઈસ’ નિયમ મુજબ 32 ઓવરમાં 118 રનનો ટાર્ગેટ મળ્યો. જવાબમાં આયર્લેન્ડની ટીમે 22.2 ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને કોઇ ખાસ સંઘર્ષ કર્યા વગર સરળતાથી લક્ષ્ય હાંસલ કરી લીધું. આયર્લેન્ડ માટે પોલ સ્ટર્લિંગે 40 બોલમાં 43 રન અને કેપ્ટન એન્ડી બલબર્નીએ 34 રન બનાવ્યા હતા. આયર્લેન્ડનાં બોલર એન્ડી મેકબ્રાયનને ‘મેન ઓફ ધ મેચ’ અને વિલિયમ પોર્ટરફીલ્ડને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ જાહેર કરવામાં આવ્યા હતા.


More Stories


Loading ...

Top Stories



Photo Gallery


Entertainment