ક્રિકેટથી દૂર થયા બાદ ખેલાડીઓ કે સપોર્ટ સ્ટાફ પોતાની એક અલગ જીંદગી જીવવાનો પ્રયત્ન કરે છે. થઇ શકે તેટલુ પોતાના પરિવારને સમય આપે છે. ક્રિકેટ સિવાય લગભગ તમામ એક્ટિવિટી માટે તે રૂચી બતાવવા લાગે છે, કઇંક આવુ જ ભારતીય ટીમનાં પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી પણ કરી રહ્યા છે.
આ પણ વાંચો – Ashes series / ઓવલ ટેસ્ટમાં જીત બાદ ઓસ્ટ્રેલિયા WTC પોઈન્ટ ટેબલ પર પહોંચ્યુ આ સ્થાને, ભારતને ઝટકો
આપને જણાવી દઇએ કે, ક્રિકેટથી દૂર થયા બાદ ઘણીવાર પ્રશંસકો સવાલ કરતા હોય છે કે તેમનો ફેવરિટ ખેલાડી આજે ક્રિકેટથી દૂર રહીને શું કરે છે? આવુ જ કઇંક ભારતીય ક્રિકેટ ટીમનાં મુખ્ય કોચનું પદ છોડી ચુકેલા રવિ શાસ્ત્રી વિશે પ્રશંસકો સવાલ કરી રહ્યા છે. જો કે તેમણે પોતે આ અંગે સસ્પેન્સ વધારી દીધું છે, કારણ કે સ્ટાર સ્પોર્ટ્સ ઈન્ડિયાએ એક પ્રોમો રિલીઝ કર્યો છે, જેમાં શાસ્ત્રી રસોડામાં જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો આવ્યા બાદ ફેન્સ મૂંઝવણમાં આવી ગયા છે કે તેઓ શું કરવાના છે. UAE માં તાજેતરનો T20 વર્લ્ડકપ મુખ્ય કોચ તરીકે તેની છેલ્લી ટૂર્નામેન્ટ હતી, ત્યારબાદ રાહુલ દ્રવિડને ટીમ ઈન્ડિયાનો નવો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો હતો. ‘સ્ટાર સ્પોર્ટ્સ ઈન્ડિયા’ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં શાસ્ત્રી પોતે બનાવેલી વાનગીનો સ્વાદ ચાંખતા જોવા મળે છે. તેના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે, “કંઈક રંધાઇ રહ્યું છે… મને કહો કે રવિ શાસ્ત્રી અહીં કેમ આવ્યા છે, જાણકારી માટે બની રહો.” આ સિવાય પ્રોમોના અંતમાં લખ્યું છે કે જુઓ કોણ નવા અવતાર માટે આવ્યું છે.
https://twitter.com/StarSportsIndia/status/1472825304087339010?s=20
આ પણ વાંચો – ગ્રામપંચાયત ચૂંટણી પરિણામ LIVE / ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામો જાહેર થવા લાગ્યા, આટલા ગામના સરપંચ જીત્યા,જાણો વિગત
ભારત માટે 80 ટેસ્ટ અને 150 વનડે રમનાર રવિ શાસ્ત્રીએ 2014માં ટીમ ઈન્ડિયાનાં કોચ તરીકેની જવાબદારી સંભાળી હતી. તેમના માર્ગદર્શન હેઠળ, ટીમ ટેસ્ટમાં ટોચ પર પહોંચી અને ઈંગ્લેન્ડમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ જગ્યા બનાવી. ઉપરાંત, તેમના કોચ તરીકે, ટીમે 70 વર્ષમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરીઝ જીતી હતી. જો કે, શાસ્ત્રીનો કાર્યકાળ નિરાશાજનક રીતે સમાપ્ત થયો કારણ કે ભારતીય ટીમ T20 વર્લ્ડકપ 2021ની સેમી ફાઇનલમાં પણ પહોંચી શકી ન હોતી. ટીમને ઓપનિંગ મેચમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે બાદમાં ટીમ અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામિબિયાને હરાવવામાં સફળ રહી હતી.
