Ashes series/ ઓવલ ટેસ્ટમાં જીત બાદ ઓસ્ટ્રેલિયા WTC પોઈન્ટ ટેબલ પર પહોંચ્યુ આ સ્થાને, ભારતને ઝટકો

બે ટેસ્ટ મેચમાં સતત બે વિજય નોંધાવ્યા બાદ ઓસ્ટ્રેલિયા હજુ પણ શ્રીલંકા સાથે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનાં પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે.

Sports
ઓવલ ટેસ્ટ

ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચની એશિઝ સીરીઝની બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 275 રનથી હરાવી સીરીઝમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. એડિલેડનાં ઓવલમાં રમાયેલી આ ડે-નાઈટ ટેસ્ટ મેચનાં પાંચમાં અને અંતિમ દિવસે સોમવારે ઈંગ્લેન્ડ 468 રનનાં લક્ષ્યાંકનાં જવાબમાં 192 રન જ બનાવી શક્યું હતું.

આ પણ વાંચો – Ashes series / ઈંગ્લેન્ડ કેપ્ટન જો રૂટે મેળવી એક મોટી સિદ્ધિ, દિગ્ગજનો તોડ્યો રેકોર્ડ

બે ટેસ્ટ મેચમાં સતત બે વિજય નોંધાવ્યા બાદ ઓસ્ટ્રેલિયા હજુ પણ શ્રીલંકા સાથે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનાં પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. શ્રીલંકા હાલમાં ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનાં પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે, પરંતુ હવે ઓસ્ટ્રેલિયા પણ તેની સાથે સંયુક્ત રીતે ટોચ પર છે કારણ કે તેના પોઈન્ટ્સની ટકાવારી પણ શ્રીલંકાની બરાબર છે. ઈંગ્લેન્ડની ટીમ નીચેથી બીજા ક્રમે છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) પોઈન્ટ ટેબલ 2021-23માં, તેઓ અત્યાર સુધી છ મેચમાંથી માત્ર એક જ જીતી શક્યા છે, જ્યારે ચારમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સમયગાળા દરમિયાન ભારતે ત્રણ ટેસ્ટ મેચમાંથી એકમાં હાર અને બેમાં જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાએ આ સમયગાળામાં અત્યાર સુધીની તેમની બન્ને મેચ જીતી છે. શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા પાસે હવે 100 ટકા પોઈન્ટ્સ છે. તે પછી પાકિસ્તાનની ટીમ છે, જેના 75.00 ટકા પોઈન્ટ્સ છે. આ મામલે ભારત ત્રીજા નંબર પર છે. ભારતનાં 58.33 ટકા પોઈન્ટ્સ છે.

https://twitter.com/ICC/status/1472867136158715907?s=20

આ પણ વાંચો – Ashes series / ઈંગ્લેન્ડ કેપ્ટન જો રૂટે મેળવી એક મોટી સિદ્ધિ, દિગ્ગજનો તોડ્યો રેકોર્ડ

ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાનાં 24-24 પોઈન્ટ છે જ્યારે પાકિસ્તાનનાં 36 અને ભારતનાં 42 પોઈન્ટ છે. પરંતુ તેના પોઈન્ટ્સની ટકાવારી ઓછી છે. પોઈન્ટ્સની ટકાવારીનાં આધારે ટીમનું રેન્કિંગ નક્કી કરવામાં આવશે. જીત માટે 12 પોઈન્ટ, ટાઈ મેચ માટે છ પોઈન્ટ, ડ્રો મેચ માટે ચાર પોઈન્ટ અને હાર માટે કોઈ પોઈન્ટ નહીં હોય. જીત પર 100 પરસન્ટેઝ ઓફ પોઈન્ટ્સ, ટાઈ માટે 50 પરસન્ટેઝ ઓફ પોઈન્ટ્સ, ડ્રો માટે 33.33 પરસન્ટેઝ ઓફ પોઈન્ટ્સ અને હાર માટે 0 પરસન્ટેઝ ઓફ પોઈન્ટ્સ હશે.