ઓસ્ટ્રેલિયા સામે એડિલેડમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડનાં કેપ્ટન જો રૂટે 24 રન બનાવ્યા અને એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. જો રૂટે ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડનાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનાર ભૂતપૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂકને પાછળ છોડી દીધો છે.

આ પણ વાંચો – Viral Video / બેટ્સમેન આઉટ હોવા છતા એમ્પાયર ન આપી શક્યા OUT, જુઓ આ OMG ક્ષણ
આપને જણાવી દઇએ કે, રુટ કેપ્ટન તરીકે 58મી મેચમાં કેપ્ટનશીપ કરી રહ્યો છે. તેણે કૂકનાં 4844 રનનો આંકડો પાર કરી દીધો છે. રૂટે આ સિદ્ધિ કૂક કરતાં એક મેચ અને પાંચ ઈનિંગ્સ અગાઉ હાંસલ કરી છે. જો રૂટે 47.63ની એવરેજથી 4859 રન બનાવ્યા છે. હાલમાં વિશ્વનો નંબર-1 બેટ્સમેન રૂટ આ સમયે શાનદાર ફોર્મમાં છે. તે 2021માં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. જમણા હાથનાં બેટ્સમેને 14 ટેસ્ટમાં 1630 રન બનાવ્યા છે. રૂટને બોક્સિંગ ડે ટેસ્ટમાં પોતાના ખાતામાં વધુ રન ઉમેરવાની તક મળશે. એલિસ્ટર કૂકે બીટી સ્પોર્ટને કહ્યું, ‘જો રૂટની બીજી સિદ્ધિ. મારી પાસે બહુ બાકી નથી. તે ધીમે ધીમે પરંતુ નિશ્ચિતપણે ઈંગ્લેન્ડનાં મહાન બેટ્સમેન બનવાના માર્ગ પર છે અને તે ઘણી હદ સુધી ત્યાં પહોંચશે. એડિલેડ ખાતેની પ્રથમ ઇનિંગમાં 62 રનનાં ઈનિંગ દરમિયાન, રૂટે ભારતીય બેટિંગ ગ્રેટ સચિન તેંડુલકર (2010માં 1562 રન), સુનીલ ગાવસ્કર (1979માં 1555 રન) અને ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન માઈકલ ક્લાર્ક (2012માં 1595 રન)ને પાછળ છોડી દીધા હતા.

આ પણ વાંચો – Cricket / આ બેટ્સમેનનાં નામે રહેશે 21 મી સદી, વસીમ અકરમે કરી ભવિષ્યવાણી
જો રૂટ ટેસ્ટ ક્રિકેટનાં એક કેલેન્ડર વર્ષમાં 1600થી વધુ રન બનાવનાર વિશ્વનો બીજો કેપ્ટન બની ગયો છે. અગાઉ 2008માં ગ્રીમ સ્મિથે 1656 રન બનાવ્યા હતા. રૂટ હવે પાકિસ્તાનનાં ભૂતપૂર્વ બેટ્સમેન મોહમ્મદ યુસુફથી પાછળ છે, જેણે 2006માં 1 ટેસ્ટમાં 1788 રન બનાવ્યા હતા. ત્યારે તેની એવરેજ 99.33 હતી. આ સિવાય જો રૂટ હવે વેસ્ટ ઈન્ડિઝનાં મહાન બેટ્સમેન વિવ રિચર્ડ્સથી પાછળ છે, જેણે 1976માં 11 ટેસ્ટમાં 90ની એવરેજથી 1710 રન બનાવ્યા હતા. 30 વર્ષીય જો રૂટ ટેસ્ટ ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો છે. તેણે 2002માં માઈક વોનનાં 1871 રનનાં રેકોર્ડને તોડ્યો હતો.
