- અમદાવાદ IPLને લઇ મોટા સમાચાર
- આગામી સપ્તાહે અમદાવાદ IPLનું નામકરણ
- લોગો અને નામનું થશે અનાવરણ -સૂત્ર
- ગુજરાતી સંસ્કૃતિ-વારસાનો થશે સમાવેશ
- અમદાવાદમાં જ ટીમ નામ-લોગોનું અનાવરણ
- 5625 કરોડમાં CVC કેપિટલે ખરીદી છે અમદાવાદ ટીમ
IPL 2022 અમદાવાદની ટીમને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ વર્ષે IPLમાં વધુ બે ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ અને લખનૌ ની ટીમનો સમાવેશ થયો છે. જો કે લખનૌની ટીમનું નામકરણ થઈ ચૂક્યું છે. જ્યારે અમદાવાદની ટીમનું નામકરણ બાકી છે. અને તેને લઈ ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ છે. જો કે હવે ટૂંક સમયમાં ક્રિકેટ રસિકોની આતુરતાનો અંત આવશે.
અમદાવાદની CVC સમર્થિત IPL ટીમ દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી. અમદાવાદની ટીમના અધિકારીઓએ હવે InsideSportને જાણ કરી છે કે તેઓ આ અઠવાડિયે તેમની બ્રાન્ડ ઓળખ અને ટીમનું નામ જાહેર કરવાના છે. અમદાવાદ IPL ટીમે તેમની બ્રાન્ડ ઓળખ અને ટીમના નામ પર કામ કરવા માટે ઘણી એજન્સીઓને રોકી હતી. અમદાવાદની ટીમના અધિકારીએ ઇનસાઇડસ્પોર્ટને માહિતી આપી હતી કે તમામ કામ પૂર્ણ થઈ ગયું છે અને ટીમનું નામ ચાહકો અને ગુજરાતી સંસ્કૃતિ અને વારસા સાથે સારી રીતે સંકાળાયેલું હશે.
“અમે અમારી ટીમનું નામ અને બ્રાન્ડ ઓળખ શરૂ કરવા માટે તૈયાર છીએ. ઘોષણા ખૂબ જ ટૂંક સમયમાં કરવામાં આવશે અને અમને ખાતરી છે કે ચાહકો આ સમગ્ર પ્રયાસને પસંદ કરશે”, અમદાવાદ IPL ટીમના અધિકારીએ જણાવ્યું હતું.
IPL 2022 અમદાવાદના કેપ્ટન – હાર્દિક પંડ્યા – 15 કરોડ રૂપિયા
અમદાવાદ IPL ફ્રેન્ચાઇઝી 3 પસંદગીઓ:
હાર્દિક પંડ્યા (કેપ્ટન) – 15 કરોડ રૂપિયા
રાશિદ ખાન – 15 કરોડ રૂપિયા
શુભમન ગિલ – 8 કરોડ રૂપિયા
અમદાવાદનો કોચિંગ સ્ટાફઃ
આશિષ નેહરા (મુખ્ય કોચ)
ગેરી કર્સ્ટન (માર્ગદર્શક)
અત્રે નોંધનીય છે કે Irelia Co. Pvt Ltd (CVC કેપિટલ પાર્ટનર્સ) એ ₹5,625 કરોડની બિડ લગાવીને અમદાવાદ ફ્રેન્ચાઇઝી મેળવી હતી. તો ગોએન્કા ગ્રુપે લખનૌની ફ્રેન્ચાઇઝી મેળવી હતી.
