Dharma & Bhakti/ ભદ્ર-માલવ્ય યોગ…5 રાશિઓને ધન-કેરિયરમાં લાભ…ગણેશ ચતુર્થીએ 200 વર્ષો બાદ અનોખો સંયોગ…!

આજે ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2026)ના દિવસે ગ્રહોની સ્થિતિ દ્વારા ભદ્ર પંચમહાપુરુષ રાજયોગ અને માલવ્ય પંચમહાપુરુષ રાજયોગ બનવા જઇ રહ્યો છે…

Trending festival Rashifal Dharma & Bhakti
Ganesh Chaturthi 2026 એ ભદ્ર અને માલવ્ય પંચમહાપુરુષ રાજયોગ!

Dharm & Bhakti: આ વર્ષે ગણેશ ચતુર્થી કેવળ ગણપતિ બાપ્પાની પૂજા માટે જ નહિં પરંતુ, જ્યોતિષીય દ્રષ્ટિકોણથી પણ અત્યંત મહત્વપૂર્ણ છે. 14 સપ્ટેમ્બર 2026 અર્થાત્ આજે ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2026, 14 September 2026)ના દિવસે ગ્રહોની સ્થિતિ દ્વારા ભદ્ર પંચમહાપુરુષ રાજયોગ અને માલવ્ય પંચમહાપુરુષ રાજયોગ બનવા જઇ રહ્યો છે. જ્યોતિષીય દ્રષ્ટિકોણથી આ બંને યોગને અત્યંત શુભ માનવામાં આવે છે. વિશેષ બાબત એ છે કે આ સંયોગ લગભગ બે સદી એટલે કે 200 વર્ષ બાદ રચાવા જઈ રહ્યાનો દાવો કરવામાં આવે છે!

ગણેશ ચતુર્થી મુહૂર્ત 2026 (Ganesh Chaturthi 2026 Shubh Mahurat)

ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2026)એ ગણપતિ (Lord Ganesha)ની મૂર્તિ સ્થાપના અને પૂજાનું મુહૂર્ત સવારે 11:02થી શરુ થઈને બપોરે 1:31 વાગ્યા સુધીનું રહેશે. આ દિવસે વર્જીત ચન્દ્રદર્શનનો સમય સવારે 9:06 થી રાત્રે 08:04 સુધીનો રહેશે. ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2026)ની પૂજા માટે મધ્યાન્હ કાળનો સમય સૌથી વધુ શુભ માનવામાં આવે છે જે સમય 14 સપ્ટેમ્બરે જ પ્રાપ્ત થશે આથી પણ આ દિવસે જ ગણેશ ચતુર્થી મનાવાશે.

ચતુર્થી તિથિ (Ganesh Chaturthi 2026) 14 સપ્ટેમ્બર 2026ની સવારે 07:06 વાગ્યાથી શરુ થઈને 15 સપ્ટેમ્બરની સવારે 07:44 વાગ્યા સુધી વિદ્યમાન રહેશે. આ ઉત્સવ પૂરા 10 દિવસ સુધી ચાલે છે અને એનું સમાપન 25 સપ્ટેમ્બર 2026ના રોજ થશે. આ પર્વ અનંત ચતુર્દશી (Anant Chaturdashi)એ પૂર્ણ થાય છે.

200 વર્ષો પછી ગણેશ ચતુર્થી પર આ સંયોગ છે વિશેષ

ગણેશ ચતુર્થીના અવસરે (Ganesh Chaturthi 2026) બુધનું કન્યા રાશિમાં અને શુક્રનું તુલા રાશિમાં હોવું એ જ્યોતિષીય દ્રષ્ટિકોણથી વિશેષ સંયોગ માનવામાં આવે છે. આ જ કારણે આ વખતે ગણપતિ ઉત્સવ દરમિયાન ભદ્ર અને માલવ્ય યોગની ચર્ચા થઈ રહી છે!

આ બંને યોગ પંચમહાપુરુષ રાજયોગમાં સામેલ છે જો કે, કોઈ વ્યક્તિની કુંડળીમાં એનો પ્રભાવ એની જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ, લગ્ન અને દશા પર નિર્ભર કરે છે.

ક્યાં સુધી મળશે ફાયદો?

જ્યોતિષીય ગણના (Astrology) અનુસાર, બુધ 26 સપ્ટેમ્બર 2026 સુધી કન્યા રાશિમાં રહેશે. ત્યાર બાદ એ તુલા રાશિમાં પ્રવેશ કરશે. આથી ભદ્ર યોગનું આ ચરણ સપ્ટેમ્બરના અંત સુધીમાં માનવામાં આવે છે. જ્યારે તુલા રાશિ 6 નવેમ્બર 2026 સુધી શુક્ર રહેશે. આથી માલવ્ય યોગનો પ્રભાવ નવેમ્બર મહિનાની શરુઆત સુધી રહી શકે છે. અર્થાત્ 14 થી 26 સપ્ટેમ્બર 2026 ની વચ્ચે ભદ્ર અને માલવ્ય યોગનો એક સાથે પ્રભાવ વિશેષ રુપે મહત્વપૂર્ણ સિદ્ધ થશે. જો કે, માલવ્ય યોગનો પ્રભાવ આગળ પણ જળવાઇ રહેશે.

ગણેશ ચતુર્થીએ ભદ્ર યોગ રચાશે

ગણેશ ચતુર્થીએ ભદ્ર યોગ રચાશે (Ganesh Chaturthi 2026 Bhadra Rajyoga)

પંચમહાપુરુષ રાજયોગો પૈકીના એક યોગમાં ભદ્ર યોગ સમાવિષ્ટ છે. જ્યોતિષ અનુસાર, જ્યારે બુધ પોતાની સ્વરાશિ મિથુન કે કન્યા અથવા પોતાની ઉચ્ચ રાશિ કન્યાના કેન્દ્ર ભાવમાં સ્થિત હોય છે ત્યારે આ યોગ રચાય છે. આ સમયે બુધનું કન્યા રાશિમાં ગોચર થઈ રહ્યું છે.

કન્યા રાશિ બુધની પોતાની રાશિ હોવા ઉપરાંત, મૂળ ત્રિકોણ રાશિ પણ માનવામાં આવે છે. આથી બુધની આ સ્થિતિને મજબૂત માનવામાં આવે છે. જ્યોતિષમાં બુધને વાણી, બુદ્ધિ, તર્ક, લેખન, ગણના, વેપાર, શિક્ષણ અને સંચારનો કારક માનવામાં આવેલો છે. આ સંજોગોમાં ભદ્ર યોગ બનવાથી આ ક્ષેત્રોમાં જોડાયેલા કાર્યોમાં શુભ પરિણામો મળે એવી માન્યતા છે.

ગણેશ ચતુર્થીએ માલવ્ય યોગ રચાશે

ગણેશ ચતુર્થીએ માલવ્ય યોગ રચાશે (Ganesh Chaturthi 2026 Malavya Rajyoga)

બીજી તરફ શુક્ર પોતાની સ્વરાશિ તુલામાં ગોચર કરી રહ્યો છે. જ્યોતિષમાં જ્યારે પણ શુક્ર પોતાની રાશિ અથવા ઉચ્ચ રાશિમાં કેન્દ્ર ભાવમાં સ્થિત હોય ત્યારે માલવ્ય પંચમહાપુરુષ રાજયોગ બનવાની સ્થિતિ માનવામાં આવે છે.

શુક્રને ધન, વૈભવ, પ્રેમ, સૌંદર્ય, કળા, ભૌતિક સુખ-સુવિધા, વાહન અને ઐશ્વર્યનો કારક માનવામાં આવે છે. આથી જ આ માલવ્ય યોગને આર્થિક અને ભૌતિક સુખોની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ 5 રાશિઓને મળશે ફાયદો

આ 5 રાશિઓમાં મિથુન, વૃષભ, કન્યા, તુલા અને મકર રાશિનો સમાવેશ થાય છે. મિથુન રાશિને કેરિયર અને આર્થિક બાબતોમાં ઉત્તમ, વૃષભ રાશિને આર્થિક બાબતોમાં સકારાત્મક પરિવર્તન, કન્યા રાશિને નિર્ણય શક્તિ દ્રઢતા અને નવા અવસરો મળવા, તુલા રાશિને ધન, કેરિયર અને સુખ-સુવિધા સંબંધી સકારાત્મક પરિણામો તથા મકર રાશિને કેરિયર ક્ષેત્રે નવું પદ કે પરિવર્તન લક્ષી પરિણામો પ્રાપ્ત થઈ શકે છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: શું મહાભારત લખતી વખતે શ્રી ગણેશની કલમ તૂટી ગઈ હતી? ગણપતિ બાપ્પાને શાથી કહે છે ‘એકદંત’..?

આ પણ વાંચો: “હેલો ગણપતિ બાપા……. સાંભળો છો ને?”

આ પણ વાંચો: શું આ વખતે હરતાલિકા ત્રીજ અને ગણેશ ચતુર્થી એક જ દિવસે છે? આ મૂંઝવણને કરો દૂર..!