Farah Khan Motherhood Journey: જાણીતી ફિલ્મમેકર અને કોરિયોગ્રાફર ફરાહ ખાને તાજેતરમાં એક શો દરમિયાન મધરહુડ અને તે સમયના તેમના અનુભવો વિશે દિલ ખોલીને વાત કરી છે. 43 વર્ષની ઉંમરે ત્રણ બાળકોની માતા બનનાર ફરાહે જણાવ્યું કે, ડિલિવરી પછી જે રીતે આજે સેલિબ્રિટીઝ ખૂબ જ ઝડપથી પોતાનું ‘બેબી વેઈટ’ ઘટાડી લે છે, તે જોઈને તેમને સારું નથી લાગતું.
4-5 વર્ષ લાગ્યા વજન ઘટાડવામાં
શો પર ફરાહે નિખાલસતાથી કહ્યું, “જ્યારે હું જોઉં છું કે હિરોઈનો કે સેલિબ્રિટીઝ માત્ર ૨ મહિનામાં જ ફિટ થઈ જાય છે, ત્યારે મને દુઃખ થાય છે. મને મારું બેબી વેઈટ ઘટાડવામાં પૂરા 4-5 વર્ષનો સમય લાગ્યો હતો. બાળકો થયા પછી મેં મારા કપડાંની સાઈઝ મોટી ખરીદી હતી, પરંતુ મારા બાળકો મારા જીવનમાં ખૂબ જ ભાગ્યશાળી સાબિત થયા છે.”
IVF અને 3 બાળકોનો અનુભવ:Farah Khan
ફરાહે(Farah Khan) એ પણ સ્વીકાર્યું કે તેઓ ત્રણ બાળકો માટે તૈયાર નહોતા. તેમણે કહ્યું, “હું આઈવીએફ (IVF) કરાવી રહી હતી ત્યારે 42 વર્ષની હતી અને જ્યારે ડિલિવરી થઈ ત્યારે 43 વર્ષની હતી. મેં વિચાર્યું હતું કે ઓછામાં ઓછું એક બાળક તો થશે જ, પરંતુ ત્રણ બાળકોની અપેક્ષા નહોતી.”
પતિ શિરીષ કુંદર વિશે શું કહ્યું?
પોતાના પતિ શિરીષ કુંદરની પ્રશંસા કરતા ફરાહે (Farah Khan) કહ્યું કે, “મારા પુત્ર અને શિરીષની હાઈટ હવે એકસરખી થઈ ગઈ છે. ક્યારેક તો સમજવું પણ મુશ્કેલ થઈ પડે છે કે રૂમમાં શિરીષ આવ્યો છે કે મારો દીકરો. એક પિતા તરીકે શિરીષે ખૂબ જ સરસ રીતે બાળકોને સંભાળ્યા છે અને તેમને સારી યુનિવર્સિટીઓમાં મોકલવા માટે કાઉન્સિલિંગ પણ તેમણે જ કર્યું છે. હું તો તેમને હંમેશા મજાકમાં કહું છું કે, જો તું બાળકોને લઈને જતો રહીશ તો મારું વાઈફાઈ (WiFi) કોણ ઠીક કરશે? શિરીષ વગર મારું ઘર નથી ચાલી શકતું.”
આ પણ વાંચો: ફરાહ ખાને શેર કર્યો જૂનો ફોટો, કહ્યું કેમ લગ્ન પહેલા ઐશ્વર્યા રાયે માંગમાં ભર્યું છે સિંદૂર
આ પણ વાંચો: લાખો પ્રતિબંધો બાદ પણ ફરાહ ખાને શેર કર્યો હોટલની અંદરનો વીડિયો, કરણ જોહર ડાન્સ કરતો જોવા મળ્યો
આ પણ વાંચો: ગૌરી ખાનના Birthday પર ફરાહ ખાને વિશ કરતાં લખ્યું- માં ની તાકત કોઇની કરતાં..

