Gir Somnath News/ વેરાવળમાં કચરો સળગાવનારો સફાઈકર્મી ફરજ મોકૂફ

મુખ્ય બજારમાં કચરો સળગાવવા (Garbage Burning)થી ધુમાડો ફેલાતા વેપારીઓ અને આસપાસના રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો

Gujarat Others
વેરાવળ (Veraval) શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં જાહેર સ્થળે કચરો સળગાવવાની (Garbage Burning)ઘટના સામે આવતા નગરપાલિકા તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરી છે

Gir Somnath News : વેરાવળ (Veraval) શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં જાહેર સ્થળે કચરો સળગાવવાની (Garbage Burning)ઘટના સામે આવતા નગરપાલિકા તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો (Viral Video)માં એક સફાઈકર્મી રસ્તા પર એકત્ર કરાયેલા કચરાને આગ લગાવતો જોવા મળ્યો હતો. વીડિયો સામે આવ્યા બાદ સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. બાદમાં સફાઈકર્મી (Sanitation Worker)ને ફરજ મોકુફ કરાયો હતો.

સ્થાનિકોએ ઉઠાવ્યા સવાલ

મુખ્ય બજારમાં કચરો સળગાવવા (Garbage Burning)થી ધુમાડો ફેલાતા વેપારીઓ અને આસપાસના રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, નિયમ પ્રમાણે એકત્રિત કચરો કમ્પોસ્ટ યાર્ડમાં મોકલી તેનો યોગ્ય નિકાલ કરવો જરૂરી છે. જાહેર સ્થળે કચરો સળગાવવો સ્વચ્છતા અને પર્યાવરણ બંને માટે નુકસાનકારક હોવાનું તેમણે જણાવ્યું.

મોબાઈલમાં કેદ થઈ ઘટના

આ સમગ્ર ઘટનાને એક સ્થાનિક રહીશે પોતાના મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં શેર કરી હતી. વીડિયો ઝડપથી વાયરલ (Viral Video)થતાં નગરપાલિકા તંત્રનું ધ્યાન આ મામલે દોરાયું અને તરત જ તપાસ શરૂ કરવામાં આવી.

તપાસમાં સામે આવી હકીકત

નગરપાલિકાની પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઘટના વેરાવળના સુભાષ રોડ મુખ્ય બજાર વિસ્તારમાં બની હતી. તપાસમાં રોજમદાર સફાઈ કર્મચારી પ્રવીણભાઈ સોલંકી દ્વારા કચરો સળગાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.

પાલિકાની કડક કાર્યવાહી

નગરપાલિકાના પ્રમુખ નરેશભાઈ ગોહેલ અને ચીફ ઓફિસર પારસ મકવાણાના માર્ગદર્શન હેઠળ સંબંધિત કર્મચારી સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. પ્રવીણભાઈ સોલંકીને હાલ પૂરતા ફરજ પરથી મોકૂફ કરવામાં આવ્યા છે.

નિયમોના ભંગ સામે ઝીરો ટોલરન્સ

ચીફ સેનિટેશન ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે જાહેર આરોગ્ય અને સ્વચ્છતા સાથે જોડાયેલા નિયમોના ભંગને કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. ભવિષ્યમાં પણ આવી બેદરકારી સામે આવશે તો જવાબદાર કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો : આખરે સફાઈકર્મીઓને મળ્યો ન્યાય, સુપ્રીમકોર્ટએ વળતર ચૂકવવા સરકારને આપ્યો આદેશ

આ પણ વાંચો : સફાઈકર્મીના મૃત્યુનો મામલો, મૃતકના પરિવારની નોકરી અને મકાન આપવાની માંગ

આ પણ વાંચો : બોપલ-ઘુમાની ચોંકાવનારી ઘટના સફાઈકર્મીઓનો આત્મવિલોપનનો પ્રયાસ